- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Kawas Crime: Uncle Molests Minor Niece While Sleeping | Police Probe
બાળકી સૂતી હતી ને ફુવાની દાનત બગડી:કવાસમાં રાત્રે 2 વાગ્યે સગીરાની બાજુમાં સૂતેલા 40 વર્ષીય ફુવાએ અડપલાં કર્યા, વિરોધ છતાં ન અટક્યો
- કૉપી લિંક

સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. કવાસ ગામ ખાતે રહેતા 40 વર્ષીય નરાધમ ફુવાએ રાત્રિના સમયે નિંદ્રાધીન સગીર ભત્રીજી સાથે અશોભનીય હરકત અને અડપલાં કર્યા હોવાની ઘટના બની છે. પરિવારના જ સભ્ય દ્વારા બાળકી સાથે આ
રાત્રે 2 વાગ્યે બાળકીના પ્રતિકાર છતાં નરાધમે ફરી અશ્લીલ હરકત કરી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ શરમજનક ઘટના ગત 23 નવેમ્બરના રોજ રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે બની હતી. કવાસ ગામના સિદ્ધેશ્વર રો હાઉસમાં રહેતો 40 વર્ષીય આરોપી ફુવો રાત્રિના સમયે સગીર બાળકીની બાજુમાં સૂતો હતો. બાળકી ગાઢ નિંદ્રામાં હતી ત્યારે તેણે બાળકી સાથે અશ્લીલ હરકત શરૂ કરી હતી. અચાનક થયેલા સ્પર્શથી બાળકી જાગી ગઈ હતી અને તેણે તરત જ આ કૃત્યનો પ્રતિકાર કર્યો હતો. જોકે, નરાધમ ફુવા પર જાણે હવસ સવાર થઈ હોય તેમ બાળકીના વિરોધ છતાં તેણે ફરીથી અશ્લીલ હરકત ચાલુ રાખી હતી, જેના કારણે માસૂમ બાળકી ભયભીત થઈને ડઘાઈ ગઈ હતી.
ઈચ્છાપોર પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ આ ભયાનક અનુભવ બાદ ડરી ગયેલી બાળકીએ હિંમત એકઠી કરીને પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી પરિવારજનોને જણાવી હતી. ઘરના જ સભ્યની આ કરતૂત સાંભળીને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેઓમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી ફુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગંભીરતા દાખવીને આરોપી સામે પોક્સો (POCSO) એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ ઈચ્છાપોર પોલીસ મથકના સબ-ઈન્સ્પેક્ટર બી.જે. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
















