- Gujarati News
- Local
- Gujarat
- Sabarkantha
- Bus Catches Fire On Himmatnagar Ahmedabad Highway; Passengers Safe
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બસમાં આગ લાગી:ચાલક તરફનું પાછળનું ટાયર ફાટ્યા બાદ દુર્ઘટના; ઉદેપુરથી અમદાવાદ જતાં સાબરદાણ સામે ઘટના
- કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ જતા નેશનલ હાઇવે પર સાબરદાણ સામે આજે સવારે ખાનગી બસમાં આગ લાગી હતી. ઉદેપુરથી મુસાફરોને લઈને અમદાવાદ જતી આ બસનું ટાયર ફાટ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે બસમાં સવાર તમામ મુસાફરો પોતાનો સામાન લઈને સુરક્ષિત બહાર
હાજીપુર બ્રિજ ઊતર્યા બાદ પાછળનું ટાયર ફાટતાં આગ લાગી હિંમતનગરથી પ્રાંતિજ જતા રસ્તે હાજીપુર બ્રિજ ઊતર્યા બાદ એઆર અંજલિ બસ ટ્રાવેલ્સની બસનું ચાલક તરફનું પાછળનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટ્યા બાદ તરત જ બસમાં આગ લાગી હતી, જે જોઈને બસમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરીને પોતાનો સામાન લઈને બસમાંથી બહાર નીકળી ગયા હતા.

2 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો બસમાં આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 2 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને બસમાં ફરીથી આગ ન લાગે તે માટે બસને ઠંડી કરવાની કામગીરી કરી હતી.

112ની ટીમ અને હાઇવે ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન કર્યું હાઇવે પર બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં 112ની ટીમ અને હાઇવે ટ્રાફિક પોલીસ પણ સ્થળે પહોંચી હતી. હાઇવે પર વાહનોની અવરજવર ખોરવાય નહીં તે માટે પોલીસે ટ્રાફિકનું નિયમન કર્યું હતું અને ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















