Tue, Nov 24, 2026Updated 12:46 AM IST
Google Preferred Source CTA

નો નંબર પ્લેટ નો ઇંધણની કડક અમલવારી:રાજકોટના પેટ્રોલપમ્પ ઉપર નંબર પ્લેટવગરના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 4 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ફરિયાદ દાખલ

રાજકોટ26 મિનિટ પેહલા
  • કૉપી લિંક
બ્રજેશ કુમાર ઝા, પોલીસ કમિશનર, રાજકોટ - Divya Bhaskar
બ્રજેશ કુમાર ઝા, પોલીસ કમિશનર, રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નો નંબર પ્લેટ નો ઇંધણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે જાહેરનામાની કડક અમલવારી ફરી એક વખત શરૂ કરાવવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત શહેરના અલગ અલગ પેટ્રોલપંપ ઉપર ફરજ બજાવતા 4 ફિલરમેન, 4 વાહનચાલક અને એક

.

ગાંધીગ્રામ પોલીસે ફિલરમેન અને વાહનચાલક સામે ફરિયાદ નોંધી

રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ દ્વારા શીતલ પાર્ક ચોક પાસે આવેલ ન્યારાના પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગર બાઈક લઇ એક વ્યક્તિ રૂ.100નું પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન અલ્તાફ શેખ સિપાઈએ પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન વિરુધ્ધ BNS કલમ 223 મુજબ અને પેટ્રોલ પૂરાવનાર મોરબીના નિશિત મહેતા નામના યુવાન સામે એમ.વી.એક્ટની કલમ 207 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં યુનિવર્સીટી પોલીસ દ્વારા કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ખાતે પાછળની સાઈડમાં નંબર પ્લેટ વગર એક્સેસ વાહન લઇ એક વ્યક્તિ રૂ.100નું પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન નરેશભાઈ શીલુ દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન અને વાહન ચાલક ઉદય ગોસ્વામી વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજીડેમ પોલીસ દ્વારા આજીડેમ ચોક નજીક ભાવનગર રોડ પર આવેલા એચ.પી. ના પેટ્રોલપંપ ખાતે એક બાઈક ચાલક નંબર પ્લેટ વગર એક વ્યક્તિ પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન ભરતપ્રસાદ મિશ્રા દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સ્વાતિ પાર્ક મેઈન રોડ પર કોઠારીયા રિંગરોડ પર કૃષ્ણરાજ પેટ્રોલિયમ ખાતે પાછળની સાઈડમાં નંબર પ્લેટ વગર બાઈક ચાલક પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન બિપીનભાઈ બોરીસાગર દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન અને વાહન ચાલક વિપુલ સોરઠીયા વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ તરફ માલવિયાનગર પોલીસે પણ નાના મવા ચોક ખાતે એચ.પી.ના પેટ્રોલપંપ ખાતે એક બાઈક ચાલક નંબર પ્લેટ વગર એક નંબર પ્લેટ વગર બાઈક લઇ એક વ્યક્તિ પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી પેટ્રોલ પંપના સંચાલક વિવેક ચૌધરી અને વાહન ચાલક કાનો સાઢમીયા વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માલવિયાનગર પોલીસ સ્ટેશન
માલવિયાનગર પોલીસ સ્ટેશન

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક માત્ર રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક અમલવારી માટે નો નંબર પ્લેટ નો ઇંધણ અંગે ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કોઈ પેટ્રોલપંપ સંચાલક જાહેરનામાનો અમલ નહિ કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા રેન્ડમલી તેમજ સીસીટીવી ફૂટેજનું બેકપ ચેક કરી અને જાહેરનામાની કડક અમલવારી ફરીથી શરૂ કરવામાં આવી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links