Sun, Nov 22, 2026Updated 04:18 PM IST
Google Preferred Source CTA

મોરબી રોડ પર પત્નીની હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ:આડા સંબંધની શંકામાં પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેરી દવા પી ફરાર થયો હતો

રાજકોટ55 મિનિટ પેહલા
  • કૉપી લિંક
આરોપી પ્રવીણ પરસોંડા - Divya Bhaskar
આરોપી પ્રવીણ પરસોંડા

રાજકોટના મોરબી રોડ સ્થિત વેલનાથપરામાં ગત 20 નવેમ્બર, શુક્રવારના રોજ પત્ની શારદાબેનની છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ઝેરી દવા પી ફરાર થયેલા 55 વર્ષીય પતિ પ્રવીણ પરસોંડાની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પત્નીને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા અને

.
મૃતક શારદાબેન પરસોંડા
મૃતક શારદાબેન પરસોંડા

પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીને દબોચી લીધો ઘટના બાદ બી ડિવિઝન પોલીસે FSLની મદદ લઈ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરાર આરોપીને ઝડપી પાડવા બી ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ અને LCB ઝોન-1ની ટીમોએ તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન શનિવારે રાત્રે આરોપી પ્રવીણ પરસોંડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

હત્યા થઈ તે જગ્યા
હત્યા થઈ તે જગ્યા

મૃતક યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા પોલીસ તપાસ મુજબ, પ્રવીણ અને શારદાબેન મોરબી રોડ પરની સ્કાય સોસાયટીમાં મોટા પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતા હતા, તથા તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. પ્રવીણ છૂટક મજૂરીકામ અને મોટો પુત્ર રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો, જ્યારે શારદાબેન મારવાડી યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links