Sun, Nov 29, 2026Updated 04:51 PM IST
Google Preferred Source CTA

રાજકોટના કોરાટ ચોક નજીક કલ્પવન એપાર્ટમેન્ટના 12મા માળે આગ:પેરાલિસિસગ્રસ્ત 73 વર્ષીય વૃદ્ધાનું સોફામાં જ મોત, શોર્ટ સર્કિટથી લાગ્યાનું અનુમાન

રાજકોટ54 મિનિટ પેહલા
  • કૉપી લિંક

રાજકોટના કોરાટ ચોક નજીક આવેલા કલ્પવન એપાર્ટમેન્ટના 12મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં 73 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે મૃતક હંસાબે

.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. વૃદ્ધાના મૃત્યુ બાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સહિત પંચનામાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ.
આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ.

A-1 વીંગનાં ફ્લેટ નં.1204માં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મુબારક જુણેજાએ જણાવ્યું કે, સૌપ્રથમ કોઠારીયા ફાયર સ્ટેશન માત્ર 8 મિનિટમાં અને ત્યારબાદ મવડી અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી.સ્થાનિક લોકોની મદદથી બિલ્ડિંગમાં રહેલી ફાયર સિસ્ટમ દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબી મેળવી લેવામાં આવ્યો હતો.

હંસાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો.
હંસાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો.

ઘરના સભ્યો કામથી બહાર ગયા હતાં, બે લોકો જ હાજર હતા આગ બૂઝાઈ ગયા બાદ સ્થળ તપાસ કરતા 73 વર્ષીય હંસાબેન નટવરલાલ જાદવાણીનું દાઝવાને કારણે મોત થઈ ચૂક્યું હતું. પરિવારે જણાવ્યા અનુસાર, ઘરના સભ્યો શાકભાજી લેવા સહિત જુદા-જુદા કામ માટે બહાર હતા. ઘરે માત્ર હંસાબેન અને એક વૃદ્ધ હતા. આગ લાગતા જ વૃદ્ધ બહાર નીકળી ગયા હતા, પરંતુ પેરાલિસિસનાં કારણે હંસાબેન ત્યાં જ ફંસાઈ ગયા હતા. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અચાનક આ ફ્લેટમાં આગ ક્યાં કારણોસર લાગી તેની જાણકારી મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. હંસાબેનનાં આ અકાળે અવસાનથી પરિવારજનો તેમજ કલ્પવન એપાર્ટમેન્ટના રહીશોમાં ઘેરાશોકની લાગણી પ્રસરી ગઈ છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links