- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Rajkot Hit And Run Case: Accused Arrested After CCTV Footage Analysis
પોલીસે 200થી વધુ CCTV ફુટેજ તપાસી આરોપીને ઝડપી પાડયો:રાજકોટમાં 10 દિવસ પૂર્વે હોમગાર્ડ જવાનના પિતાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર કારચાલકની ધરપકડ
- કૉપી લિંક

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકથી મવડી ચોક તરફ પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે વૃદ્ધ વાહનચલકને હડફેટે લીધા હતા જેને ગંભીર ઇજા પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં મૃત્કના પુત્રએ ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે 200થી વધ

હોમગાર્ડ જવાન પુત્રએ ફરિયાદ નોંધાવી હતી
રાજકોટ તાલુકા પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદી ધર્મેશ મુળજીભાઈ દાફડાએ જણાવ્યું હતું કે, મારા પિતા મુળજીભાઈ અક્ષર સિક્યોરિટીમા ગત તા.10.11.2026ના રોજ સવારના 7 વાગ્યા આસપાસ પોતાની નોકરી પીઆર જતા હતા ત્યારે આસ્થા ચોક નજીક એક અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે છોલ છાલ તથા ડાબા પગના ભાગે ઈજા પહોંચી હતી અને બીજા દિવસે 11 તારીખના રાત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. જે અકસ્માતની ઘટના સિસિટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

માલવિયાનગર પોલીસે 200થી વધુ કેમેરા ફૂટેજ ચેક કર્યા
બનાવ અંગેની ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ગોંડલ ચોકથી શરુ કરી અકસ્માત થયો તે આસ્થા ચોક અને આગળ કઈ તરફ ગાડી જતી હતી તે તપાસી લગભગ 200થી વધુ CCTV કેમેરા ચેક કરી તપાસ કરતા સામે આવ્યું હતુ કે અકસ્માત સર્જનાર કારના નંબર જીજે.03.કેપી.1903 છે જેના આધારે આગળ તપાસ કરતા અકસ્માત સર્જનાર કુવાડવા ગામ રહેતા કાર ચાલક રફિક ગફાર સાલાણી હોવાનું જાણવા મળ્યું હતુ જેથી પોલીસે રફિક ગફાર સાલાણીની ધરપકડ કરી સ્વિફ્ટ કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો રમરમાટ આવતી કારે બાઇકને ટક્કર મારી હતી : મૃતક વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓ પોતાની ફરજ પર જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















