- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Rajkot City Bus Conductor Recruitment Controversy; Eligibility Rule Conflict
મનપામાં એક જ કામ માટે બે અલગ-અલગ લાયકાત !:રાજકોટમાં CNG બસમાં કંડકટર માટે 12 પાસ જરૂરી, ઇલેક્ટ્રિક બસમાં 8 પાસ ચાલે છે, નવી ભરતી નહીં થતા 180 કંડક્ટરો ઓવરટાઈમ કરવા મજબૂર
- કૉપી લિંક

રાજકોટ શહેરનાં ઇન્દિરા સર્કલની સિટીબસ દુર્ઘટના બાદ તંત્રએ વ્યવસ્થા સુધારવા ડ્રાઈવર અને કંડકટરોની ભરતી માટે નવી એસઓપી (SOP) તો બનાવી દીધી, પરંતુ મનપાની આ જ નીતિ હવે ખુદ તંત્ર, કંડકટરો અને મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે. જેમાં CNG સિટી બસમાં કંડક

આશ્ચર્યની વાત એ છે કે મનપાના જ શાસનમાં એક જ પ્રકારની કામગીરી માટે અલગ-અલગ નિયમો ચાલી રહ્યા છે. CNG બસમાં કંડકટર બનવા માટે ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે, ત્યારે શહેરમાં દોડતી અને વધારે આધુનિક ટેકનોલોજી ધરાવતી ઇલેક્ટ્રિક બસમાં કંડકટર તરીકે ઉમેદવાર માત્ર ધોરણ 8 પાસ હોય તો પણ ચાલી જાય છે. બીજી તરફ, બસ ચલાવનાર ડ્રાઈવરો માટે તો શિક્ષણનો કોઈ બાધ નથી; તેમના માટે ફક્ત ઉંમર અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ સિવાય કોઈપણ નિયમ જ રાખવામાં આવ્યા નથી.

નિયમોની આ વિસંગતતા વચ્ચે સિટી બસના કંડકટરોની અછત ગંભીર બની છે. કુલ 275 કંડકટરોના મહેકમ સામે હાલ 95થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. અગાઉ ગેરરીતિ કે અન્ય કારણોસર કોઈ કંડકટરને ડિસમિસ કરાય ત્યારે તેની જગ્યાએ 30 કંડકટરોનું રિઝર્વ પણ રાખવામાં આવતું હતું, પરંતુ હવે એ વ્યવસ્થા પણ રહી નથી. પરિણામે માત્ર 180 કંડકટરોથી જેમ-તેમ કામ ચલાવવામાં આવી રહ્યું છે. સતત સ્ટાફની અછત હોવાથી આ 180 કંડકટરોને ફરજિયાત ઓવરટાઇમ કરવો પડી રહ્યો છે, જ્યારે અપૂરતા સ્ટાફને કારણે અમુક રૂટ ટૂંકાવી દેવાતા મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે.
અગાઉ ધોરણ 10 પાસ ઉમેદવારોને કંડકટર તરીકે નોકરી મળતી હતી, પરંતુ 12 પાસ ફરજિયાત થતા ભણેલા ઉમેદવારો સિટી બસને બદલે અન્ય નોકરીઓ પસંદ કરી રહ્યા છે. તેમાંય એસટી વિભાગમાં કંડકટરની ભરતી શરૂ થતા જ સિટીબસના અનેક કંડકટરોએ નોકરી છોડી એસટીમાં જોડાવાનું પસંદ કર્યું છે. હાલમાં ભરતી પ્રક્રિયા સતત ચાલુ હોવા છતાં પહેલાં જેવા ઉમેદવારો ન મળતા એજન્સીએ પણ મ્યુ. કમિશનર સમક્ષ રજૂઆત કરી છે કે એક જ કામ માટે અલગ નિયમો કેમ? તેમજ CNG બસમાં પણ અગાઉ મુજબ ધોરણ 10 પાસનો નિયમ ફરી લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















