Mon, Nov 23, 2026Updated 06:30 AM IST
Google Preferred Source CTA

અકસ્માતને ઓપન ઇન્વિટેશન:રૈયા રોડથી ગાંધીગ્રામ સુધી તૂટેલા ઢાંકણાં બન્યા જોખમી

રાજકોટ1 કલાક પેહલા
  • કૉપી લિંક

મનપા દ્વારા સ્માર્ટ સિટીની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વોર્ડ નં. 9ની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વોર્ડ નં. 9માં આવેલી વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર ગટરના (મેનહોલના) ઢાંકણાં અત્યંત જોખમી હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ

.

રસ્તાની વચ્ચોવચ આવેલા ગટરના ઢાંકણાંની આસપાસનો ડામર અને પેવર બ્લોક ઉખડી ગયા છે. કેટલાક સ્થળોએ ઢાંકણાં રોડ લેવલથી ઘણા ઊંડા બેસી ગયા છે, તો અમુક જગ્યાએ ઢાંકણાં બહારની તરફ ઉપસી આવ્યા છે અને તેની આસપાસ ઊંડા ખાડા પડી ગયા છે. એક ઢાંકણાની વચ્ચે તો મોટું બાકોરું પણ પડી ગયું છે, જે સીધું અકસ્માતને નોતરું આપી રહ્યું છે.

આ વિસ્તારમાંથી દરરોજ હજારો વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો પસાર થાય છે. વાહનનું ટાયર આ ખાડા કે ઉપસેલા ઢાંકણા સાથે અથડાતા વાહનચાલકો સંતુલન ગુમાવીને પટકાઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તે પહેલાં મનપા દ્વારા તાત્કાલિક ધોરણે આ જોખમી ઢાંકણાંનું સમારકામ કરીને રોડ લેવલ મુજબ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગઉઠી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links