Thu, Nov 26, 2026Updated 06:28 AM IST
Google Preferred Source CTA

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નવી જગ્યા ઊભી કરવા ઠરાવને બહાલી:પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

પોરબંદર59 મિનિટ પેહલા
  • કૉપી લિંક

પોરબંદર મનપાની જનરલ બોર્ડની સામાન્ય સભા મનપાના સભાખંડ ખાતે મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર કિશન બી. ગરસર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિત મહાનગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

.

મનપાના વહીવટી અને નાણાકીય સંબંધિત વિવિધ મુદ્દાઓ ચર્ચા અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે પોરબંદર મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્લાનિંગ)ની એક જગ્યા સરકાર તરફથી મંજુર કરવામાં આવેલ છે જે જગ્યા ભરવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

શહેરના ઝડપી અને સુઆયોજિત વિકાસને નવી દિશા આપવા પોરબંદર મનપા દ્વારા મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા ખાતે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્લાનિંગ)ની નવી જગ્યા ઊભી કરવાના ઠરાવને બહાલી આપવામાં આવી છે.

આ જગ્યા પે મેટ્રીક્સ લેવલ-12 (રૂ. 78,800 થી રૂ. 2,09,200) હેઠળ ઊભી કરવામાં આવશે.રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા ઈ-સરકાર ટપાલ અંતર્ગત મળેલી સૂચના મુજબ, રાજ્યની મનપાઓમાં શહેરી આયોજન અને તાંત્રિક કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્લાનિંગ)ની જગ્યા ઊભી કરવા જણાવાયું હતું. આ સૂચના અનુસાર મનપા તંત્ર દ્વારા અગાઉ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

ગત સામાન્ય સભામાં એજન્ડા મુજબ રજૂ થયેલી વિવિધ આઈટમોના ઠરાવો અને કાર્યવાહી નોંધને બહાલી આપવાની પ્રક્રિયા હેઠળ આ વિષય પર મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

મનપામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્લાનિંગ)ની એક જગ્યા ઊભી કરવાની મંજૂરી આપવા સાથે, આ જગ્યા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવા અને સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ આગળની નિમણૂક સહિતની કાર્યવાહી સત્તા પરત્વે હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા છે.

‎શહેરને શું ફાયદો થશે?‎ મુસદ્દારૂપ નગર રચના યોજના (TP Scheme): શહેરમાં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમોના મુસદ્દા તૈયાર કરવાની અને ઝડપી અમલવારીની કામગીરીને ગતિ મળશે. જમીનોનું સચોટ મૂલ્યાંકન: મહાનગરપાલિકા હસ્તકની તેમજ વિવિધ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનોના મૂલ્યાંકનની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનશે. જમીન સંપાદન કેસોમાં સરળતા: જાહેર હિતના વિકાસ કામો માટે જમીન સંપાદનના કેસોમાં યોગ્ય મૂલ્યાંકન અને કાયદાકીય-તાંત્રિક સંકલન સરળ બનશે. બિનખેતી (NA) અને વિકાસ પરવાનગી: બિનખેતી હેતુ માટેના વિકાસ પરવાનગીના પ્રકરણોની ઝડપી ચકાસણી કરી સમયસર તાંત્રિક અભિપ્રાય મળવાથી અરજદારોને રાહત થશે. સુઆયોજિત શહેરી વિકાસ: રસ્તા, જાહેર સુવિધાઓ અને રહેણાંક-વાણિજ્યક વિસ્તારોનું સુવ્યવસ્થિત આયોજન થતાં પોરબંદરનો વિકાસ વધુ સુઆયોજિત બનશે.

હિસાબો અંગે મનપાએ સ્પષ્ટતા કરી‎ બેઠકમાં ઉપજ ખર્ચના હિસાબો દર્શાવવામાં આવ્યા હતા જેમાં કરોડો રૂપિયા અંગેનો‎હિસાબ ખર્ચ જાણવા કોર્પોરેટર દ્વારા પ્રયાસ કરવામાં આવતા એકાઉન્ટન્ટે જણાવ્યું હતુકે,‎આ હિસાબ પાલિકા હતી ત્યારના બીલો હતા જે મનપા બાદ ચૂકતે કરવામાં આવ્યા છે.‎2022 થી 2025 સુધીના બિલો બાકી હતા. પાલિકા હતી ત્યારે વિકાસના કાર્ય માટે‎કામગીરી કરી હતી જેમાં બિલો ચૂકતે કરવામાં આવ્યા ન હતા અને જીએસટી પણ ભરેલ ન‎હતું. હાલના આંકડા દેખાઈ રહ્યા છે તે પાલિકા સમયના પણ છે.‎


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links