- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- Green Vegetables Including Lentil, Lentil, Tur, And Peas Are Available In The Market.
વાલોળ,વાલ,તુવેર,વટાણા સહિતના લીલા શાકભાજી બજારમાં ઉપલબ્ધ:શિયાળાની શરૂઆતમાં શાકભાજીની આવક વધી
- કૉપી લિંક

શિયાળાની શરૂઆત થતાં જ પોરબંદરના શાકભાજી બજારમાં શિયાળુ શાકભાજીની આવક શરૂ થઈ છે. બજારમાં વાલોળ, વાલ, તુવેર, વટાણા, ગુવાર સહિતની શિયાળામાં વિશેષ ઉપયોગમાં લેવાતી લીલી શાકભાજી જોવા મળી રહી છે.
આ ઉપરાંત ભીંડા, ચોરાફળી, મરચાં, રીંગણ, નાના રીંગણ, ટીંડોરા, કાકડી, કારેલા, કોબી, ગાજર, મૂળા, લીલી ડુંગળી અને સરગવાની સિંગની પણ આવક થઈ રહી છે. શાકભાજીની સાથે ધાણા, મેથી, પાલક, આદુ, લીંબુ, હળદર અને પાંદડી જેવી વસ્તુઓ પણ બજારમાં ઉપલબ્ધ બની છે. હાલમાં વિવિધ શાકભાજીના ભાવ રૂ.60થી રૂ.120 પ્રતિ કિલો સુધી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને શિયાળાની ઓળખ સમાન ઊંધિયું અને રીંગણના ઓળા બનાવવા માટે જરૂરી શાકભાજી બજારમાં મળવા લાગતાં ગૃહિણીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિવિધ શાકભાજીની આવક શરૂ થતાં ઊંધિયું બનાવવા માટે જરૂરી સામગ્રી બજેટમાં મળી રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી દિવસોમાં શિયાળુ શાકભાજીની આવક વધવાની સાથે બજારમાં વધુ વિવિધતા જોવા મળી શકે છે.
રૂ.60થી રૂ.120 પ્રતિ કિલો સુધીના ભાવથી ઊંધિયું બનાવવાનુંબજેટ પણ અનુકૂળ : ટમેટાં રૂ.30થી 50ના કિલો શિયાળાની શરૂઆત સાથે ટમેટાંની આવક પણ બજારમાં જોવા મળી રહી છે. હાલમાં ટમેટાંના ભાવ રૂ.30થી 50 પ્રતિ કિલો આસપાસ હોવાથી ગૃહિણીઓ માટે ટમેટાંનું સૂપ બનાવવું પણ બજેટમાં બની રહ્યું છે. ઠંડીની ઋતુમાં ગરમાગરમ ટમેટાંના સૂપની માંગ રહેતી હોય છે ત્યારે પોષણ અને સ્વાદથી ભરપૂર સૂપનો સ્વાદ માણવા ઇચ્છતા લોકો માટે ભાવ રાહતરૂપ બન્યા છે.
















