- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- District Level Tribal Pride Day Celebrated In Khambhala Village
ખંભાળા ગામે જિલ્લા કક્ષાનો જનજાતિ ગૌરવ દિવસ ઉજવાયો:આદિવાસી યુવાનો આજે આઈએએસ, ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે
- કૉપી લિંક

રાણાવાવના ખંભાળા ગામે જિલ્લા કક્ષાનો જનજાતિ ગૌરવ દિવસ ઉજવાયો હતો.જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યકમ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પ્રદેશમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે તા. 15 નવેમ્બર 2026 ના રોજ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે જિલ્લા કક્ષાના જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી પ્રદિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા તેમજ ઉપસ્થિત સૌએ વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભૂતિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સીમાબેન ભારવાડીયા, કારોબારી સમિતિના અધ્યક્ષ રણમલભાઈ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, આદિજાતિ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી યુવાનો આજે આઈએએસ, ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ રાઠોડે બિરસા મુંડાના "ઉલગુલાન" આંદોલનને યાદ કરતા જણાવ્યું હતું કે, "પીએમ જનમન" યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં પાકા મકાનો, પાણી, વીજળી અને રસ્તા સહિતની પાયાની સુવિધાઓ મળી રહી છે. આજે આદિવાસી સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી આઈએએસ, ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય રમતગમત મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
આદિવાસી સમાજ સાચા અર્થમાં પ્રકૃતિનો રક્ષક: શીતલબેન ઓડેદરા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાએ આદિવાસી સમાજને પ્રકૃતિનો સાચો રક્ષક ગણાવી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય અને રોજગારની યોજનાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. આજે આદિવાસી સમાજની દીકરીઓ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની રહી છે તે આનંદની બાબત છે.
નેસવાસી પરિવારોના સ્થળાંતર અને કલ્યાણ માટે તંત્ર પ્રતિબદ્ધ: જિલ્લા કલેક્ટર કલેક્ટર એસ.ડી. ધાનાણીએ આદિજાતિ સમાજની પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાની પરંપરાની સરાહના કરી હતી. આદિજાતિ પરિવારોના સર્વાંગીવિકાસ, નેસવાસી પરિવારોના યોગ્ય સ્થળાંતર, સરકારી યોજનાઓના લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચાડવા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















