- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Sujalam Sufalam Water Released In 80 Lakes Of Patan Chanasma
ખેડૂતોમા સિંચાઈના પાણીની સમસ્યા હલ થશે:પાટણ-ચાણસ્માના 80 તળાવોમાં સુજલામ સુફલામનું પાણી છોડાયું
- કૉપી લિંક
પાટણ -ચાણસ્માના 80 તળાવોમાં સિંચાઈનું પાણી બંધ થવા અંગે ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલની ધારદાર અસર થઈ છે.
તંત્રએ તાત્કાલિક ખોરસમ-પાટણ લાઈનમાં 100 અને ખોરસમ-માતપુર લાઈનમાં 200 ક્યુસેક પાણી છોડ્યું છે. દિવાળી ટાણે પાણી મળતા રવિ સિઝનના વાવેતરમાં ખેડૂતોને મોટો ફાયદો થયો છે અને ખુશીનો માહોલ છવાયો છે.
24 ઓક્ટોબરના રોજ દિવ્ય ભાસ્કમાં સુજલામ સુફલામ લાઈનના વાલ્વની છાપ પીનો કાઢી લેવાતા ખોરસમથી પાટણ સુધીના 40 તળાવોમાં સિંચાઈનું પાણી બંધ થયું હોવાનો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.
શિયાળુ સિઝનની શરૂઆત થતાં જ ખેતીમાં પિયતની અત્યંત જરૂર હતી, ભાસ્કર’ના આ અહેવાલ બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ પાણી પુરવઠો શરૂ કર્યો છે.
જેમાં ખોરસમ-પાટણ વચ્ચે આવતા 40 તળાવોમાં સિંચાઈ અને પીવાના પાણી માટે 100 ક્યુસેક, જ્યારે ખોરસમ-માતપુર લાઈનના 40 તળાવો અને સિંચાઈ માટે 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















