- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Patan Jalaram Bapa 227th Birth Anniversary; Religious Events & Procession
પાટણમાં જલારામબાપાનો 227મો જન્મોત્સવ ઉજવાયો:મંદિરમાં પૂજન-યજ્ઞ, ખાડિયા મેદાનમાં રક્તદાન કેમ્પ-અન્નપૂર્ણા રથનું પ્રસ્થાન; બપોરે શોભાયાત્રા નીકળશે
- કૉપી લિંક

પાટણ શહેરમાં આવેલા જલારામ મંદિર ખાતે સંત શિરોમણી જલારામ બાપાના 227મા જન્મોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્મજયંતીના અવસર પર સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું તેમજ વિશાળ મંડપ બાંધીને સમગ્ર મહોત્સવ

આ ઉજવણી અંતર્ગત રવિવારે રામધૂન, સંતવાણી અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે સોમવારે સવારે મંદિર ખાતે આરતી, શણગાર, તુલસી પૂજન તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેક કાપીને જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.

જલારામ જયંતી મહોત્સવ નિમિત્તેખાડિયા મેદાન ખાતે માતૃશ્રી વીરબાઈ મા અન્નપૂર્ણા રથના દાતાઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મહેમાનોના હસ્તે મા અન્નપૂર્ણા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ખાડિયા મેદાન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને રક્તદાન કર્યું હતું.

મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તો અને સેવકો દ્વારા જલારામ બાપાનો અભિષેક, વીરબાઈ માનું પૂજન, ભોજલરામ બાપાનું પૂજન, ઝોળી-ધોકાનું પૂજન, પાદુકા પૂજન તેમજ દેવદેવીઓના અલંકારોની અર્પણવિધિ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત ભાવિકોએ જન્મોત્સવ નિમિત્તે પારણું ઝુલાવવાનો લાભ લીધો હતો. જન્મજયંતીને અનુલક્ષીને દિવસભર જલારામ મંદિર અને સમગ્ર જલારામ મંદિર રોડ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું.

ઉજવણીના ભાગરૂપે બપોરે જલારામ મંદિર ખાતેથી વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા જલારામ મંદિરથી પ્રસ્થાન કરી સુભાષચોક, જૂનાગંજ બજાર, હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ અને બગવાડા થઈને પરત સુભાષચોક માર્ગે જલારામ મંદિર ખાતે પહોંચશે.



ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















