Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

સરસ્વતી દેવી મહાપૂજન:નવી પેઢીમાં જ્ઞાન અને સંસ્કારના સિંચન માટે બાળકોએ આરાધના કરી

પાટણ1 દિવસ પેહલા
  • કૉપી લિંક

આધુનિક યુગમાં બાળકોમાં ભણતરની સાથે ધાર્મિક સંસ્કાર અને જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી નાલાસોપારાના ઇતિહાસમાં સૌપ્રથમવાર ‘શ્રી સરસ્વતી મહાદેવી મહાપૂજન’નું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું.

.

શ્રીપાલ મહેણાંની પાવન ભૂમિ પર શ્રી નાલાસોપારા પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘ દ્વારા આયોજિત આ વિશિષ્ટ મહાપૂજનમાં સમસ્ત જૈન સમાજના 200થી વધુ બાળક-બાલિકાઓએ એકસાથે વિદ્યાની દેવી મા સરસ્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને પ.પૂ. મુનિરાજ નયશેખર મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ પ્રસંગની વિશેષતા એ રહી કે, દરેક બાળકને જ્ઞાન-વિદ્યાના આશીર્વાદ રૂપે શ્રી સરસ્વતી માતાજીનું પવિત્ર યંત્ર, રક્ષાપોટલી, દોરો અને અષ્ટપ્રકારી પૂજાની કીટ અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત દરેક બાળકનું રૂ. 40નું સંઘપૂજન કરીને ભેટ, સેવ-બુંદીનો પ્રસાદ તેમજ અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરાઈ હતી.

સાત પરિવારોના સામૂહિક સહયોગથી યોજાયેલા આ મહાપૂજનમાં વિધિકાર રાજુભાઈ પાટણવાળાએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી, જ્યારે સંગીતકાર જીજ્ઞેશભાઈ વિરારવાળાની ભક્તિમય સુરાવલીઓએ વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું હતું. બાળકોમાં સંસ્કાર સિંચન કરતું આ આયોજન સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું હતું.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links