- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Auspicious Times From 8.19 Am To 1.48 Pm
આજે લાભ-પાંચમ:સવારે 8.19થી બપોરે 1.48 સુધીના મુહૂર્ત શુભ
- કૉપી લિંક

દિવાળી પર્વની રજાઓ બાદ આજે શનિવારે 14 નવેમ્બર 2026ના રોજ કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ, જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પંચમીનો અત્યંત પવિત્ર સંયોગ છે.
આ દિવસે વેપારીઓ અને દુકાનદારો પોતાની બંધ કરેલી દુકાનો, ઓફિસો અને પેઢીઓ ફરીથી ખોલીને નવા વ્યવસાયની શુભ શરૂઆત કરશે.
જૈન સમાજમાં કારતક સુદ પાંચમને ''જ્ઞાન પંચમી'' તરીકે અત્યંત ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. આ પાવન દિવસે જ્ઞાનભંડારોની સ્વચ્છતા કરી જિનવાણી, આગમશાસ્ત્રો અને ધાર્મિક પુસ્તકોનું પૂજન કરવામાં આવે છે, તેમજ શ્રુતદેવી અને સરસ્વતી માતાની આરાધના કરાય છે.
વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો, નોટબુક, પેન અને અભ્યાસનાં સાધનોનું પૂજન કરી નવકાર મંત્રનો જાપ કરે છે. આજના દિવસે નિયમિત અભ્યાસ કરવા, માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવા, મોબાઇલ અને સમયનો સદુપયોગ કરવા તથા જ્ઞાનની સાથે વિનય અને સંસ્કાર જીવનમાં ઉતારવાના ખાસ સંકલ્પ લેવામાં આવે છે.
જીવનમાં ધનવાન નહીં, પરંતુ જ્ઞાનવાન અને સંસ્કારવાન બનવું જરૂરી: મુનિ.નયશેખર મહારાજ ભારતીય સંસ્કૃતિ અને જૈન પરંપરામાં કારતક સુદ પાંચમને ''જ્ઞાન પંચમી'' તરીકે ઉજવવામાં આવે છે, જેમાં જ્ઞાનભંડારોમાં જિનવાણી, આગમશાસ્ત્રો અને ધાર્મિક પુસ્તકોનું પૂજન કરવામાં આવશે.
આ પ્રસંગે પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે અને ધન ગુમાવવાથી બધું ગુમાતું નથી, પરંતુ જ્ઞાન ગુમાવવાથી જીવનની સાચી દિશા ગુમાઈ શકે છે.
આ પાવન દિવસે વિદ્યાર્થીઓએ પોતાના પુસ્તકો, નોટબુક, પેન અને સરસ્વતી માતાની પૂજા કરી નિયમિત અભ્યાસ કરવા, ગુરુજનોનું સન્માન કરવા તથા મોબાઇલ અને સમયનો સદુપયોગ કરવાના સંકલ્પ લેવા જોઈએ. શિક્ષણ માણસને સફળ બનાવે છે, પરંતુ સંસ્કાર તેને મહાન બનાવે છે; તેથી આ પવિત્ર અવસરે માત્ર ધનવાન જ નહીં, પરંતુ જ્ઞાનવાન, સંસ્કારવાન અને ગુણવાન બનવાનો સંકલ્પ કરવો જોઈએ.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















