Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

સમર કેમ્પ:દીકરા-દીકરીઓએ પ્રાચીન ગ્રામ્ય રમતો અને ભાતીગળ સંસ્કૃતિનો પ્રત્યક્ષ અનુભવ માણ્યો

હારિજ1 દિવસ પેહલા
  • કૉપી લિંક

હારિજ પાટણ જિલ્લા 27 ગામ લેઉવા પાટીદાર સમાજ પ્રેરિત ‘હાલો ભેરુ ગામડે’ અંતર્ગત ગ્રામ્ય ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય સમર કેમ્પ વાઘેલ ગામે યોજાયો હતો.

.

જેમાં ધોરણ 5થી 12માં અભ્યાસ કરતા 750થી વધુ દીકરા-દીકરીઓએ પ્રાચીન રમતો, ગ્રામ્ય સંસ્કૃતિ, જૂના ખેતીના ઓજારો, પ્રાચીન ઘરવખરી અને પરંપરાગત પહેરવેશની પ્રદર્શની નિહાળી ગામડાની સંસ્કૃતિનો પ્રત્યક્ષ અનુભવ માણ્યો હતો.

વાઘેલ ગામના સ્વ. ઝરમરબેન અને શંકરભાઈ રામજીભાઈ મેવડા પરિવારના આયોજન હેઠળ યોજાયેલા આ ચોથા સમર કેમ્પમાં બાળકોને કબડ્ડી, ખો-ખો, ઝેરી દડો, લખોટી, આંધળી ખિસકોલી, પાંચિકા, બાલટી બોલ, ફુગ્ગા રમત, ધમાલ ધોકો, સતોડિયો, ખારોપાટ, વોલીબોલ, લંગડી, ઈંડા ચોર, રસ્સાખેંચ સહિતની પ્રાચીન રમતો રમાડવામાં આવી હતી.

સાથે જ જૂના ખેતીના ઓજારો, ઘરવખરીની વસ્તુઓ, પરંપરાગત પહેરવેશ અને તોરણોની પ્રદર્શની દ્વારા નવી પેઢીને પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવી હતી.

સમર કેમ્પનું લોકાર્પણ કુંવરધામ ગાદીપતિ વિવેકાનંદજી બાપુ, વાઘેલ મઠના મહંતશ્રી, 27 ગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ ચતુરભાઈ પટેલ, સમાજના મંત્રી, ગોદડિયા મહંત, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, જિલ્લા કારોબારી સભ્ય સોનલબેન ઠાકોર, પૂજ્ય નરહરિદાસ બાપુ, સમાજના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેમ્પ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સમાજના પરિવારો હવે સુરત, વડોદરા, અમદાવાદ સહિતનાં શહેરોમાં વસવાટ કરતા થયા છે ત્યારે નવી પેઢીને ગામડાની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવાના હેતુથી ‘હાલો ભેરુ ગામડે’ સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

બે દિવસીય કેમ્પમાં સ્વચ્છતા, સફાઈ, રસોઈ બનાવવી, ભોજન પીરસવું સહિતની તમામ કામગીરી સમાજના દીકરા-દીકરીઓએ જાતે કરી હતી. હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links