- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Chanasma
- Navchandi Yagna At Chandrumana Village; Dhaval Swaroopji Maharaj Blesses
ચંદ્રુમાણા ગામે નૂતન વર્ષ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયા:વિવિધ પરિવારો યજમાન બન્યા, સન્યાસી ધવલ સ્વરૂપજી મહારાજે આશીર્વાદ આપ્યા, ભાવિકોએ પ્રસાદ લીધો
- કૉપી લિંક

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના શ્રી ગૌરી માતા મંદિરે નૂતન વર્ષના પ્રારંભે વિવિધ પરિવારોના યજમાનપદે યજ્ઞ યોજાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ લીધો હતો.રવિવારે દેવીપ્રસાદ પ્રહલાદજી વ્યાસ અને દિનેશકુમાર પ્રહલાદજી વ્યાસ પરિવાર યજમાન બન્યા હતા. તેમના

શનિવારે દર્શનકુમાર નીતિનભાઈ જયંતીલાલ વ્યાસ પરિવારના યજમાનપદે શ્રી ગૌરી માતા મંદિર અને તેમના ખેતરમાં આવેલા શ્રી નાગદેવતા મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે સન્યાસી શ્રી ધવલ સ્વરૂપજી મહારાજે ભાવિકોને આશીર્વાદ આપ્યા હતા.શુક્રવારે ગામના વતની રૂગનાથભાઈ નારણાભાઈ પટેલ પરિવારના યજમાનપદે યજ્ઞ યોજાયો હતો. જોડીયા ગામના એક પરિવારે પણ નાનો યજ્ઞ કર્યો હતો.
કાર્યક્રમોમાં ચંદ્રુમાણા અને આસપાસના વિસ્તારોના ગ્રામજનો તથા દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રસાદ લીધો હતો. શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને કાર્યકરોએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















