Tue, Nov 17, 2026Updated 04:53 AM IST
Google Preferred Source CTA

ગોધરા ભુરાવાવ એસ.ટી. ડેપોમાં ભીષણ આગ:કંટ્રોલ રૂમ સહિત 6થી વધુ દુકાનો બળીને ખાખ, બે કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબૂ

આમિર ભગત | પંચમહાલ (ગોધરા)1 કલાક પેહલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા એસ.ટી. બસ ડેપોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ડેપો પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરો હાજર હોવાથી ભયનો માહોલ સર

.

કંટ્રોલ રૂમ સહિત દુકાનો બળીને ખાખ આગ એટલી વિકરાળ હતી કે એસ.ટી. ડેપોના કંટ્રોલ રૂમ સહિત 6થી વધુ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ હતી. આગને કારણે ડેપો પરિસરમાં ભારે નુકસાન થયું હતું. દરમિયાન આગની વચ્ચે ગેસ સિલિન્ડરો પણ હોવાથી મોટી દુર્ઘટનાની આશંકા ઊભી થઈ હતી.

જીવના જોખમે ગેસ સિલિન્ડરો બહાર કાઢ્યા ઘટનાની જાણ થતાં ગોધરા, શહેરા અને કાલોલ સહિતનાં સ્થળોએથી પાંચથી વધુ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા જીવના જોખમે આગની વચ્ચે રહેલા ગેસ સિલિન્ડરો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામગીરીને કારણે સંભવિત મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.

બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની ટીમોએ બે કલાકથી વધુ સમય સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંટ્રોલ રૂમ અને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links