- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- Dam In Mahisagar Is Half Empty, 14 Lakes Are Dry:
મહીસાગરમાં ડેમ અડધા ખાલી,14 તળાવો સૂકાભઠ ::કડાણા-વણાકબોરીમાં પાણી ઘટતાં 8 તાલુકાના ખેડૂતોને પિયત અને વીજ કટોકટીનું સંકટ સર્જાશે
- કૉપી લિંક

મહિસાગર જિલ્લામાં 92 ટકા વરસાદથી કડાણા, વણાકબોરી ડેમમાં ઓછા પાણી અને 14 તળાવોમાં પાણીની ખેંચ સર્જાઈ છે. વીજકટોકટી અને અલ-નિનોથી ઓછી ઠંડીની આગાહી વચ્ચે 76,500 હેક્ટરમાં શિયાળુ વાવેતર અટવાયું છે. પિયત પાણી ન મળતાં 8 તાલુકામાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થત
મહિસાગર જિલ્લાના 8 તાલુકામાં ચોમાસા પાક 1.20 લાખ હેકટરમાં થાય છે. ચોમાસામાં વરસાદની ચેંચ વચ્ચે સિઝન પૂર્ણ થઇ ગઇ છે. હવે જિલ્લામાં શિયાળુ પાક માટે ખેડૂતો તૈયારી શરૂ કરી છે. મહિસાગરમાં સરેરાશ 76500 હેકટરમાં શિયાળુ પાક ખેડૂતો કરે છે.
ચોમાસામાં મહિસાગર જિલ્લામાં 92 ટકા વરસાદ નોંધાયો છે.વર્ષ 2021 બાદ જિલ્લામાં વર્ષ 2026 માં ઓછો વરસાદ નોધાયો છે.જિલ્લામાં વરસાદની ધટની અસર વણાકબોરી અને કડાણા ડેમ પર જોવા મળી રહી છે. હાલ સિચાંઇના પાણી છોડતા શિયાળા પાક માટે સિચાંઇના પાણી નહીં મળવાની શકયતાઓ રહી છે.
જિલ્લામાં કડાણા ડેમના સિચાંઇના પાણીથી 20 હજાર હેકટર અને વણાકબોરી ડેમના સિચાંઇના પાણીથી 9 હજાર હેકટર જમીન પર ખેતી થાય છે.જયારે પિયતની સુવિધાથી જિલ્લામાં 40 હજાર હેકટરથી શિયાળામાં ખેતી થાય છે.રાત્રે ઠંડીની શરુઆત થઇ ગઇ છે.
ખેડૂતો શિયાળુ પાક કરવામાં અસંમજમાં મુકાઇ ગયો છે. કારણે આ વખતે ડેમમાં ઓછા પાણીના લીધે સિચાંઇના પાણી છોડવાના નથી. સાથે વીજળીની પણ ધટ સર્જાઇ રહી હોવાથી બોર અને કુવામાંથી મોટર દ્વારા પાણી ખેંચવાની સુવિધા પણ નકામી બની શકે તેમ છે.
તેમજ જિલ્લામાં સિચાંઇના 14 તળાવો ખાલીખમ થઇ ગયા છે.સાથે જિલ્લામાં અલલીનો ના લીધે શિયાળામાં ઓછી ઠંડીની આગાહી પણ શિયાળુ પાક પર અસર કરશે. આમ જિલ્લામાં પિવાના પાણી સિવાય ખેતી માટે પાણીની સુવિધા નહિવત રહેવાની હોવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતીનો ધાટ સર્જાશે.
જિ.માં વર્ષ 2021 બાદ 2026માં ઓછો વરસાદ મહીસાગર જિલ્લામાં વર્ષ 2026 માં 92 ટકા વરસાદ નોધાયો છે. જે છેલ્લા 3 વર્ષ કરતા સરેરાશ 25 ટકા ઓછો નોંધાયો છે. વર્ષ 2024 માં 141 ટકા, વર્ષ 2023 માં 130 ટકા અને વર્ષ 2022માં 114 ટકા વરસાદ નોંધાયો હતો.ચાલુ વર્ષે 8 તાલુકામાંથી 4 તાલુકામાં 100 ટકા કરતા વધુ અને 4 તાલુકામાં 100 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.વર્ષ 2021 માં મહીસાગરમાં ફક્ત 72 ટકા વરસાદ નોંધાયો હતો.
શિયાળા ઋતુમાં સિચાંઇના પાણીની ખેંચ સર્જાશે જિલ્લાના ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી શિયાળામાં સિચાંઇના પાણી મળવાની શકયતાઓ ઓછી છે. ઘંઉમાં 6 પિયતની જરુર હોવાથી જેની પાસે વ્યવસ્થા હોય તેવા ખેડૂતો ઘઉંની ખેતી કરશે. નહિ તો ટુંકાગાળાની ચણાની ખેતી કરવી. ડાંગરની કાપણી બાદ જમીન ભેજવાળી હોઇ ચણાની ખેતીથી ફાયદો થશે.અલલીનોની અસર સર્જાશે તો ઠંડી ઓછી પડશે માટે ટુંકાગાળાના પાક કરવા. > લક્ષ્મીકાંત પંચાલ, ખેડૂત નેતા
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















