- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- Ambedkar Jayanti Celebrated Grandly In Timbagam, Godhra
ગોધરાના ટીંબાગામમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી:મેરા ભારત ગોધરા અને અવિનાશી ભાસ્કર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
- કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીંબાગામમાં ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા ભારત ગોધરા, અવિનાશી ભાસ્કર ચેરીટેબલ ટ્રસ્ટ અને બંધુતા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ગામના વડીલ સેવાભાવી ગોપાલ પટેલે બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના જીવનમાંથી પ્રેરણાદાયી પ્રસંગો વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ અને નાગરિકોના મૂળભૂત અધિકારો વિશે પણ માહિતી આપી.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ગૌરાંગ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અમિત પરમાર, માજી સરપંચ ધમેશ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેરા યુવા ભારત ગોધરાના જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ ચોરમલે કાર્યક્રમનું માર્ગદર્શન કર્યું હતું. સમાજના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.


ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















