Mon, Nov 16, 2026Updated 02:32 PM IST
Google Preferred Source CTA

વાંસદામાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાઈ:કાર્યક્રમમાં રૂ. 51.63 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

નાજુભાઈ આહીર | વાંસદા, નવસારી1 દિવસ પેહલા
  • કૉપી લિંક

વાંસદાના ગાંધી મેદાનમાં રવિવારે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં વાંસદા વિધાનસભા મતવિસ્તારનાં રૂ. 51.63 કરોડનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.આદિજાતિ વિકાસ વિભ

.

મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી અને જળ, જંગલ તથા જમીનના રક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો. તેમનું બલિદાન દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે કહ્યું કે આદિવાસી સમાજ પ્રકૃતિનો ઉપાસક અને રક્ષક છે.તેમણે સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા, કુરિવાજો દૂર કરવા અને શિક્ષણ, આરોગ્ય તથા વિકાસમાં આગળ વધવા અપીલ કરી. બિરસા મુંડાના આદર્શોને જીવનમાં ઉતારવા એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે, એમ તેમણે કહ્યું.

લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ જાહેર કરીને આદિવાસી સમાજનું સન્માન કર્યું છે. તેમણે ઉમેર્યું કે આદિવાસી યુવાનો શિક્ષણ, રમતગમત અને વિકાસમાં આગળ વધી રહ્યા છે.કાર્યક્રમમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા અને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું. આદિવાસી સમાજનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા.

આદિવાસી લોકનૃત્યો રજૂ કરાયાં. કલ્યાણકારી યોજનાઓની ડોક્યુમેન્ટરી અને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું. અંતે ગાંધી મેદાનથી વાંસદા ટાવર સુધી રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો જોડાયાં.

કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર કાર્તિક જીવાણી, વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલા, નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન, મદદનીશ કમિશનર પી.ડી. મનાત, રવિન્દ્ર ગાંવિત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અર્જુનભાઈ પટેલ અને વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links