- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- Nepal's Revenge Against Maitri's Bowling
મૈત્રીની બોલિંગ સામે નેપાળ વેર વિખેર:3 ઓવરમાં 7 રન આપી 4 વિકેટ,ભારતનો 125 રને ભવ્ય વિજય
- કૉપી લિંક

બીસીસીઆઈ સીઓઈ ગ્રાઉન્ડ-3માં રમાયેલી મુથૂટ ફિન્કોર્પ અંડર-19 મહિલા ટ્રાય-સીરીઝની મેચમાં ભારતીય અંડર-19 ‘એ’ ટીમની ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી નેપાળ અંડર-19 મહિલા ટીમ સામે 125 રનથી શાનદાર વિજય મેળવ્યો છે.
આ શાનદાર વિજયમાં ઘાતક બોલિંગ પ્રદર્શન કરનાર નવસારીની મૈત્રી મણિયાર ‘પ્લેયર ઓફ ધ મેચ' રહી હતી. 14 નવેમ્બરના રોજ બીસીસીઆઈ સીઓઈ ગ્રાઉન્ડ-3, બેંગલુરુમાં ઈન્ડિયા વુમેન્સ અંડર-19 ટી 20 ટ્રાય-સીરીઝ (ગ્રુપ સ્ટેજ)ની મેચ યોજાઇ હતી.
આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય અંડર-19 ‘એ’ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. 206 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળ અંડર-19 ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી ન હતી અને 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 80 રન જ બનાવી શકી હતી.
ભારતીય બોલિંગ લાઈનઅપમાં નવસારીની મૂળ વતની યુવા બોલર મૈત્રી મણિયારે ઘાતક બોલિંગ કરતા 3 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. જેમાં તેણે સાવિત્રી ધામી (19 રન), ત્રિસાના બિશવોકર્મા (18 રન), સોની પાખ્રિન (6 રન) અને ટીકા શાહ (5 રન) જેવા બેટરોને પેવેલિયન ભેગા કર્યા હતા.
નેપાળ તરફથી સાવિત્રી ધામીએ સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. આ શાનદાર અને ઘાતક પ્રદર્શન બદલ મૈત્રી મણિયારને ‘પ્લેયર ઑફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















