- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- Complaint Filed Against MLA Anant Patel For Damaging Private Property Including Fire Brigade And Police Vehicles
ધારાસભ્ય સામે ફરિયાદ:ફાયર બ્રિગેડ અને પોલીસના વાહનો સહિત ખાનગી સંપત્તિને નુકશાન પહોંચાડવા બદલ MLA અનંત પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ
- કૉપી લિંક

ગત 8મી સપ્ટેમ્બર ના રોજ ખેરગામ બજારમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પ્રત્યાઘાત સ્વરૂપ આદિવાસી સમાજના લોકોને ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ખેરગામ ના દશેરા ટેકરી વિસ્તારમાં ભેગા થયા હતા અને આરોપીને પકડવાની માં

ખેરગામમાં ધારાસભ્ય આનંત પટેલે હુમલાખોરો વિરુદ્ધ ખેરગામમાં પોલીસ ફરિયાદ આપી છે ત્યારે જેની સંપત્તિને નુકસાન પહોચાડવામાં આવ્યું તેમણે પણ ફરિયાદી બનીને ધારાસભ્ય સહિત ટોળા વિરુદ્ધ ફરિયાદ આપી છે બે દિવસ અગાઉ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હોસ્પિટલમાંથી રજા મેળવી હાલ ઘરે આરામમાં છે ત્યારે તેમના વિરુદ્ધ પણ ફરિયાદ થતા હવે ખેરગામમાં સામસામે ફરિયાદ નોંધાઇ છે.
ખેરગામમાં અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ ટોળાએ હાર્ડવેર ની દુકાન સળગાવી હોવાના આક્ષેપો પણ થયા છે તો સાથે જ ફાયર બ્રિગેડ ની નવી નકોર ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તો પોલીસના વાહનો પણ ને નુકસાન પહોંચાડવા મામલે ફરિયાદ કરવામાં આવી છે.
ધારાસભ્ય અનંત પટેલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ હુમલામાં સામેલ આરોપી ભીખુ આહીર સહિત અન્ય ઈસમો હજી પોલીસ પકડથી દૂર છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલ સામે દાખલ થયેલી ફરિયાદ પ્રકરણમાં ધરપકડ થાય છે કેમ તે જોવું રહ્યું.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















