- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- 15 Fires In Navsari In A Single Day
નવસારીમાં એક જ દિવસમાં આગના 15બનાવ:આગ ઉપરાંત ફાયર વિભાગને રેસ્ક્યૂના પણ બે કોલ મળ્યા, 42 જવાનો દોડતા રહ્યાં
- કૉપી લિંક

નવસારી અને વિજલપોર શહેરી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં આગ લાગવાના કુલ 15 અને રેસ્ક્યુના 2 કોલ મળતા નવસારી ફાયર બ્રિગેડનો કાફલો સતત દોડતો રહ્યો હતો.
આ તમામ ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગના 42 જેટલા જવાનોએ ખડેપગે રહી સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ટળી હતી.
શહેરના કયા-કયા વિસ્તારોમાં આગના બનાવો બન્યા? મળતી વિગતો મુજબ, શહેર અને આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે કચરા, લાકડા અને ઝાડી-ઝાંખરામાં આગ લાગવાના બનાવો વધુ નોંધાયા હતા. જલાલપોર: સ્મૃતિકુંજ સોસાયટી પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી.બારડોલી રોડ: મેઘદૂત સોસાયટી (વિભાભાઈ ભરવાડનો વિસ્તાર) ખાતે આગ લાગવાનો કોલ મળ્યો હતો. સિંધીકેમ્પ રોડ: IDFC બેંકની સામે (ઉજાશભાઈ પ્રજાપતિનો વિસ્તાર) આગ ભભૂકી ઉઠી હતી.
એરૂ ચાર રસ્તા: દિવ્ય સ્કૂલની સામે આવેલી શિવ તિથિ રેસિડેન્સી નજીક (દીપકકુમાર ટંડેલનો વિસ્તાર) કચરામાં આગ લાગી હતી.વિજલપોર: ફાટકની બાજુમાં આવેલા સાંઈબાબા મંદિર નજીક ઝાડીઓમાં આગ લાગતા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.અન્ય વિસ્તારો: શાંતિવન સોસાયટીમાં લાકડાના જથ્થામાં તેમજ ઈટાળવા સ્થિત રાજહંસ સિનેમાની બાજુમાં ખુલ્લા કચરામાં આગ લાગવાના કોલ મળ્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















