- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- Ward 5 Member Pragnesh Rami Resigned From Party And Municipality Membership In Rajpipla
રાજપીપળા નગરપાલિકામાં ભાજપને ધક્કો:વોર્ડ 5ના સભ્ય પ્રજ્ઞેશ રામીએ પક્ષ અને નગરપાલિકા સભ્યપદેથી રાજીનામું આપ્યું
- કૉપી લિંક

રાજપીપળા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર પ્રજ્ઞેશ રામીએ નગરપાલિકા અને પક્ષના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફથી વોર્ડ 5માં સામાન્ય સીટ પરથી ચૂંટાયેલા રામી છેલ્લા ચાર વર્ષથી સેવા આપી રહ્યા હતા. તેમની અને વહીવટી તંત્ર વચ્ચે વારંવાર ઘર્ષણ થતું હતું. તાજેતરમાં તેમણે સફાઈના મુદ્દે સોશિયલ મીડિયા પર પાલિકા વિરુદ્ધ પોસ્ટ પણ કરી હતી.

રામીએ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે તેમની કામગીરીથી નગરપાલિકા અને ભાજપને નુકસાન થતું હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામા પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. વોર્ડમાં પ્રજાના કામો ન થવાની ફરિયાદો અને અન્ય સભ્યો સાથેના મતભેદો પણ આ નિર્ણયનું કારણ હોઈ શકે છે.
આ ઘટનાએ રાજપીપળાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. રામીના અચાનક રાજીનામાથી ભાજપની સ્થાનિક નેતાગીરી પણ ચિંતામાં મૂકાઈ છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















