- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- Morbi Power Cut Update; GETCO Maintenance Work Scheduled On 25 November
મોરબીના ત્રણ ફીડરમાં સમારકામ કરાશે:GETCOની જાળવણીને કારણે 25 નવેમ્બરે સવારે 7:30થી બપોરે 3:30 સુધી વીજળી બંધ રહેશે
- કૉપી લિંક

મોરબી શહેરમાં 25 નવેમ્બરે સવારે 7:30થી બપોરે 3:30 વાગ્યા સુધી વીજળી બંધ રહેશે. GETCOની જાળવણી કામગીરીને કારણે પેટા વિભાગ-3 હેઠળના ત્રણ ફીડરના વિસ્તારોમાં વીજકાપ રહેશે.
મોરબી શહેર પેટા વિભાગ-3ની યાદી મુજબ વાવડી રોડ ફીડર હેઠળ ક્રિષ્ના પાર્ક-1 અને 2, શ્યામ પાર્ક, રાધા પાર્ક, કારિયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રીનગર, કુબેરનગર, ન્યૂ મારુતિનગર અને આશિક પાર્કમાં વીજળી બંધ રહેશે.
શ્રદ્ધા ફીડર હેઠળ શ્રદ્ધા પાર્ક, યમુનાનગર, નિધિ પાર્ક, રણછોડનગર, લાયન્સનગર, વિજયનગર, અમરેલી રોડ, મદીના સોસાયટી અને ફૂલછાબ સોસાયટીમાં વીજળી બંધ રહેશે.
ચિત્રકૂટ ફીડર હેઠળ સેન્ટ મેરી સ્કૂલ આસપાસનો વિસ્તાર, નવી-જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, નવા ડેલા રોડ, મચ્છી પીઠ રોડ, સુપર ટોકીઝ, ચિત્રકૂટ ટોકીઝ, રોહિદાસપરા અને ચાર ગોડાઉનમાં પણ વીજળી બંધ રહેશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















