- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Satlasana Veterinary Clinic Doctor Notice; Negligence Claims In Mehsana
સતલાસણા સરકારી પશુ દવાખાના સામે ગંભીર ફરિયાદો:સારવાર માટે મહેસાણા-દાંતીવાડા મોકલાતા હોવાનો આક્ષેપ, તબીબને ત્રણ દિવસમાં ખુલાસો કરવા નોટિસ
- કૉપી લિંક

મહેસાણા જિલ્લાના સતલાસણામાં સરકારી પશુ દવાખાનાની કામગીરી અંગે સ્થાનિક પશુપાલકો અને નાગરિકોમાં ભારે અસંતોષ છે, જેના પગલે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા કડક કાર્યવાહીની દિશામાં પગલાં ભરવામાં આવ્યા. પશુ દવાખાનામાં ફરજ બજાવતા તબીબ સામે ગંભીર બેદરકાર
'પશુઓને સામાન્ય પ્રાથમિક સારવાર પણ સમયસર મળતી નથી' મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય કુલદીપસિંહ મહોબતસિંહ ચૌહાણ દ્વારા પશુપાલન મંત્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણીને સંબોધીને લખાયેલા પત્ર, તારીખ 25 નવેમ્બર 2026 ના રોજ કરવામાં આવેલા પત્ર તેમજ કચેરીને વોટ્સએપ માધ્યમથી મળેલી ફરિયાદોના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ રજૂઆતોમાં સતલાસણા પશુ દવાખાનાની કામગીરી સામે અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. રજૂઆત મુજબ દવાખાનામાં ડૉક્ટર હાજર હોવા છતાં બીમાર, અકસ્માતગ્રસ્ત કે કટોકટીમાં મુકાયેલા પશુઓને સામાન્ય પ્રાથમિક સારવાર પણ સમયસર મળતી નથી. ગાય, ભેંસ, કૂતરા સહિત અન્ય પશુઓની સારવાર માટે જાણ કરવામાં આવે ત્યારે સ્થળ પર હાજર રહીને તપાસ કે સારવાર આપવામાં આવતી ન હોવાનો તેમજ ઘણી વખત સારવાર માટે આવવાને બદલે પશુપાલકોને પશુઓ લઈને મહેસાણા અથવા દાંતીવાડા જવા માટે કહેવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સેવાભાવી નવા ડૉક્ટરની નિમણૂક કરવા રજૂઆત આ ઉપરાંત તાજેતરમાં સતલાસણા વિસ્તારમાં એક વાંદરાની તબિયત ખરાબ થતાં ફોન દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં સરકારી ડૉક્ટર સારવાર માટે આવ્યા ન હોવાનો અને અંતે ખાનગી ડૉક્ટરને બોલાવવાની ફરજ પડ્યા બાદ વાંદરાનું મૃત્યુ થયાની ઘટનાની પણ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. સાથે જ સરકારી દવાખાનામાં મળતી દવાઓ માટે પશુપાલકો પાસેથી ₹ 20થી 30 રકમ કયા નિયમ હેઠળ વસૂલવામાં આવે છે તેની તપાસ કરવા, ફરજમાં બેદરકારી કે ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સામે કડક ખાતાકીય તથા કાયદેસરની કાર્યવાહી કરવા અને સતલાસણા ખાતે જવાબદાર તથા સેવાભાવી નવા ડૉક્ટરની નિમણૂક કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
3 દિવસમાં ખુલાસો કરવો આ સમગ્ર મામલાને અત્યંત ગંભીર ગણીને જિલ્લા પંચાયત મહેસાણાની પશુપાલન શાખાના મદદનીશ પશુપાલન નિયામક દ્વારા તારીખ 25 નવેમ્બર 2026ના રોજ સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે. સતલાસણા પશુ દવાખાનામાં કામગીરી સંભાળતા અને કનેડીયા (તા. સતલાસણા) ખાતેના પશુચિકિત્સા અધિકારી ડૉ. વી.એન. મકવાણાને આ અંગે 3 દિવસમાં ખુલાસો કરવા તેમજ પોતાના હાલના રહેઠાણનું સરનામું મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. આ ઘટનાક્રમની જાણ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત મહેસાણા તેમજ પશુપાલન નિયામક, ગાંધીનગરને પણ મોકલી આપવામાં આવી છે. આગામી 3 દિવસમાં સંબંધિત તબીબ દ્વારા રજૂ કરવામાં આવનાર ખુલાસા બાદ વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
















