Sun, Nov 29, 2026Updated 06:19 AM IST
Google Preferred Source CTA

ભારતીય મજદૂર સંઘની સરકાર સમક્ષ રજૂઆત:ST કર્મીઓને 3% DA, 4 મહિનાનું એરિયર્સ ચૂકવો

મહેસાણા49 મિનિટ પેહલા
  • કૉપી લિંક

સરકારી અને નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ભારતીય મજદૂર સંઘ (મહેસાણા જિલ્લા)એ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

.

સંઘે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી ખાસ કરીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓને 3% મોંઘવારી ભથ્થું (DA) અને ચાર મહિનાનું એરિયર્સ ચૂકવવા માંગ કરી છે.

આ ઉપરાંત એસ.ટી. કર્મચારીઓને 10-20-30 વર્ષનું ઉચ્ચતર પગારધોરણ આપવા તેમજ નવી જાહેર કરાયેલી છ મનપાના કર્મચારીઓને HRA સહિતનાં ભથ્થાં આપવાની રજૂઆત કરાઈ છે.

રાજ્યના નાણા વિભાગના 4 નવેમ્બર 2025ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈ 2025થી 3% મોંઘવારી ભથ્થાનો વધારો તથા ચાર મહિનાનું એરિયર્સ આપવાનો નિર્ણય કરાયો હોવાનો સંઘે ઉલ્લેખ કર્યો છે. જોકે, GSRTCના કર્મચારીઓને હજુ સુધી આ લાભ મળ્યો નથી.

આથી નાયબ મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર પાઠવી એસ.ટી. કર્મચારીઓને પણ એરિયર્સ સાથે આ લાભ તાત્કાલિક ચૂકવવાની માંગ કરાઈ છે.

ગુજરાત ગેસ, GUVNL અને PGVCL જેવા સરકારી નિગમોમાં કર્મચારીઓને 10-20-30 વર્ષની સમયબદ્ધ બઢતી અથવા ઉચ્ચતર પગારધોરણનો લાભ મળતો હોવાનો સંઘે ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ, GSRTCના કર્મચારીઓ આ લાભથી વંચિત હોવાનો મુદ્દો ઉઠાવી મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે.

નવી છ મનપાના કર્મચારીઓને HRA સહિતનાં ભથ્થાં આપો રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2025ના રોજ છ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો. જોકે, મહાનગરપાલિકા બન્યા બાદ પણ ત્યાંના કર્મચારીઓને મહાનગરપાલિકા ધોરણે ઘરભાડું ભથ્થું (HRA), CLA, MA અને TA મળતાં ન હોવાનો સંઘે મુદ્દો ઉઠાવ્યો છે. મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં કર્મચારીઓની જવાબદારીઓમાં વધારો થયો હોવાથી અન્ય મહાનગરપાલિકાના કર્મચારીઓની જેમ તેમને પણ આ ભથ્થાં એરિયર્સ સાથે ચૂકવવા આદેશ કરવાની માંગ મુખ્યમંત્રી સમક્ષ કરાઈ છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links