Sat, Nov 21, 2026Updated 07:58 PM IST
Google Preferred Source CTA

ફૂડ વિભાગની કાર્યવાહી:મહેસાણા જિલ્લા ફૂડ વિભાગનો સપાટો, હાઈ-વે પરની 37 હોટલોમાં તપાસ, 7ને નોટિસ અને 15 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

મહેસાણા35 મિનિટ પેહલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના વડનગરથી ગાંધીનગર હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને યોગ્ય અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તેમજ લોકોની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ 18 નવેમ્બ

.

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે કાર્યવાહી ચાલુ ફૂડ વિભાગની આ કાર્યવાહી અંતર્ગત જે 7 પેઢીઓને સ્વચ્છતા અને ગુણવત્તા સુધારવા માટે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે, તેમાં ગોઝારીયા સ્થિત વી24 લીટલ બાઈટ ફુડ કોર્ટ અને હોટલ કારગીલ, ડાભલા ચોકડી સ્થિત ધનપાલ રેસ્ટોરન્ટ, મહેસાણાની હોટલ ન્યુ જનપથ, મોટીદાઉ સ્થિત હોટલ કોનકોર્ડ તેમજ નંદાસણની હોટલ એપલ અને હોટલ સ્વાગત ઢાબાનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન મોટીદાઉ ખાતે આવેલી હોટલ કોનકોર્ડમાંથી અખાદ્ય જણાયેલો 10 કિલોગ્રામ કાજુકણી અને 5 લીટર ક્રીમનો જથ્થો મળી આવતા ફૂડ વિભાગની ટીમ દ્વારા તેનો તાત્કાલિક અસરથી નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરના જણાવ્યા અનુસાર જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આગામી સમયમાં પણ આ પ્રકારે કડક તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links