Mon, Nov 16, 2026Updated 02:42 PM IST
Google Preferred Source CTA

કડી છત્રાલ હાઈવે પર ગેસ લીકેજથી આગ લાગી:કચરાના ઢગલામાં આગ ભભુકતાં અફરાતફરીનો માહોલ; ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી, કોઈ જાનહાની નહિ

Dhaval Gajjar | કડી2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

કડી છત્રાલ હાઈવે પર પાંજરાપોળ નજીક મોડેસ્ટ હોટલની સામે સોમવારે રાત્રે એકાએક આગની ઘટના બની હતી. રોડની બાજુમાં કચરાના ઢગલા નીચે આવેલી સાબરમતી ગેસની જમ્બો પાઈપલાઈનમાં લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી હતી.

.

આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તરત જ કડી નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

આગની ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. કડી પોલીસના સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. સાબરમતી ગેસ કંપનીના કર્મચારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચી ગેસ લાઈનનું રિપેરિંગ કાર્ય હાથ ધર્યું હતું.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે આ ઘટનાએ ગેસ પાઈપલાઈનની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links