Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

મુખ્યમંત્રીને સંબોધી આવેદન:સંતરામપુરમાં ખેડૂતોનું મહીસાગર જિ.ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પ્રાંતને આવેદન

સંતરામપુર20 દિવસ પેહલા
  • કૉપી લિંક

વર્ષ 2026-27 માં અલનીનોની માઠી અસરને કારણે ગુજરાતમાં વરસાદ અનિયમિત રહ્યો છે, જેના પરિણામે મહીસાગર જિલ્લામાં ખરીફ પાક જેવા કે ડાંગર, સોયાબીન, મકાઈ, કઠોળ અને ઘાસચારાના પાકો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. કૂવા, બોર અને તળાવમાં પાણી ખલાસ થઈ જવાથી રવિ પાક થવાની

.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ગુજરાત કિસાન સભાના નેતૃત્વ હેઠળ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ખેડૂતોએ વિશાળ રેલી યોજી હતી. અને મુખ્યમંત્રીને સંબોધન કરતું એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં મહીસાગર જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

સાથે જણાવ્યા મુજબ, નિષ્ફળ થયેલ ખેતીના પાકો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ હેક્ટરદીઠ રૂપિયા 25,000 ની સહાય આપવામાં આવે, ખેડૂતો તથા ખેત મજૂરોના બેંક અને સહકારી આર્થિક દેવા માફ કરવામાં આવે અને રોજગારી માટે રાહત કાર્યો શરૂ કરવામાં આવે.

આ ઉપરાંત પશુધન બચાવવા ઘાસચારાના ડેપો ખોલવા, પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવા, જિલ્લાના તમામ તળાવો પાઇપલાઇનથી ભરવા તેમજ જંગલ જમીનમાં ખેતી કરતા આદિવાસી ખેડૂતોને કાયમી પટ્ટા આપવાની ઉગ્ર માંગ કરાઈ છે.

જો આગામી 15 દિવસમાં સરકાર દ્વારા આ મામલે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર ખેડૂત આંદોલન કરવાની, સરકારી કાર્યક્રમોનો ઘેરાવ કરવાની અને મામલતદાર કચેરી સામે રાત-દિવસ પડાવ નાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કિસાન સભા સંઘર્ષ સમિતિના આગેવાનો તેમજ ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, મહામંત્રી પરષોત્તમ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links