- Gujarati News
- Local
- Gujarat
- Mahisagar
- Santrampur
- Health Department Rushed To The Spot After 8 Dengue Cases Reported In Santrampur Town
નગરમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ તથા સારવારની કામગીરી શરૂ:સંતરામપુર નગરમાં ડેન્ગ્યૂના 8 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
- કૉપી લિંક
સંતરામપુર નગરપાલિકા વિસ્તારની સત્યપ્રકાશ સોસાયટીમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને આળસાવૃત્તિથી રોગચાળો ફાટી નીકળ્યો છે. સોસાયટીમાં લાંબા સમયથી સફાઈના અભાવે તેમજ ઠેરઠેર ભરાઈ રહેલા દૂષિત પાણીના ખાબોચિયાંના કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધ્યો છે. જેના પરિ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યૂની ઝપેટમાં આવેલા દર્દીઓ પૈકી કેટલાંક સંતરામપુરની સ્થાનિક હોસ્પિટલોમાં તો અન્ય દર્દીઓ અમદાવાદ અને વડોદરા જેવા શહેરોની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. પાલિકા તંત્ર દ્વારા કાગળ પર સ્વચ્છતા અને સફાઈના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે હાલમાં સંતરામપુરમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી અને ઝેરી તાવના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. છતાં પાલિકા કુંભકર્ણ નિદ્રામાં પોઢેલું છે. ડેન્ગ્યૂના કેસ પોઝિટિવ નોંધાતાં જ આરોગ્ય વિભાગ ત્વરિત એક્શન મોડમાં આવી ગયું છે.
અમારી સમગ્ર ટીમે નગરમાં ઘેરઘેર જઈને સર્વેક્ષણ અને ફોગિંગ તેમજ લાર્વા વિરોધી કામગીરી હાથ ધરી દીધી છે. નગરજનોએ માગ કરી કે સફાઇ, પાણીના ખાબોચીયાનો નિકાલ કરવામાં આવે તેમ જ રોગચાળો ફેલાતો અટકાવવા માટે દવાનો છંટકાવ અને ફોગિંગ કરવાની માગ કરી છે.
જરૂરી પગલાં લેવાઇ રહ્યાં છે નગરના જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ જોવા મળ્યા છે, ત્યાં દર્દીઓની યોગ્ય સારવાર તથા તે વિસ્તારોમાં રોગચાળો આગળ ન ફેલાય તે માટેની આરોગ્ય વિષયક તમામ જરૂરી કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગના નિયમ અનુસાર લેવાના થતા તમામ જરૂરી સખત પગલાં હાલ સ્થળ પર સઘન રીતે લેવાઇ રહ્યા છે. > પંકજભાઈ દામા, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ કચેરી, સંતરામપુર
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















