Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

તાલુકાના 14 જેટલા મુખ્ય તળાવો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે:સંતરામપુર ધારાસભ્યની કડાણા ડેમમાંથી પાણી છોડવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

સંતરામપુર19 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના આદિવાસી બહુલ સંતરામપુર તાલુકામાં ચાલુ વર્ષે નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે.

.

પંથકમાં પીવાના પાણી, ખેતી અને પશુધન માટે પાણીની વિકટ સમસ્યા ઊભી થતાં સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય પ્રો.ડૉ.કુબેરભાઈ ડિંડોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાકીદનો પત્ર લખીને તાત્કાલિક જળજથ્થો ફાળવવા રજૂઆત કરી છે.

સંતરામપુર પંથકમાં પીવા અને ખેતી માટે તળાવો જ મુખ્ય જળસ્ત્રોત છે. વરસાદની અછતને કારણે તાલુકાના 14 જેટલા મુખ્ય તળાવો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે.

અન્ય કોઈ વૈકલ્પિક સ્ત્રોત ન હોવાથી ગ્રામજનો, ખેડૂતો અને મૂંગા પશુઓ માટે પાણીની ભારે અછત સર્જાઈ છે. સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને રાખીને ધારાસભ્યે ‘મોરલ નાકા-બાબરી ઉદ્વહન સિંચાઈ યોજના' (Lift Irrigation Scheme) મારફતે કડાણા જળાશયમાંથી અંદાજે 7 થી 8 મિલિયન ઘનમીટર (MCM) પાણી ઉપલબ્ધ કરાવવા માગ કરી છે.

આ યોજના હેઠળ કડાણા ડેમમાંથી સૌપ્રથમ વડાતળાવમાં પાણી છોડીને અન્ય 14 તળાવો ભરવા તેમજ સુખી નદી પર આવેલા ચેકડેમો પણ પાણીથી સમૃદ્ધ કરવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

જનહિતના આ મહત્વપૂર્ણ કાર્ય માટે ઉચ્ચ કક્ષાએથી ઝડપથી મંજૂરી આપવામાં આવે તેવી ભલામણ પત્રમાં કરવામાં આવી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links