Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

લુણાવાડાના મોલમાંથી ખરીદેલું‎પનીર ખાટું અને ખરાબ નીકળ્યું:મોલ સંચાલક "અમૂલ પર જઈને ફરિયાદ કરો’ કહી જવાબદારીમાંથી છટકી ગયા

લુણાવાડા18 દિવસ પેહલા
  • કૉપી લિંક

લુણાવાડા - મોડાસા રોડ પર તાજેતરમાં જ મોટા દાવાઓ સાથે શરૂ થયેલા ‘બંશલ મોલ’માં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. મોલમાંથી ખરીદવામાં આવેલું પનીર તદ્દન વાસી અને ખરાબ હાલતમાં નીકળતાં ભારે હોબાળો મચી ગયો છે.

.

શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રાહકો અહીં ખરીદી કરવા આવે છે, પરંતુ સંચાલકો ગ્રાહકોના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને હાનિકારક ચીજવસ્તુઓ પધરાવી રહ્યા છે. ઘટના મુજબ, એક જાગૃત ગ્રાહકે મોલમાંથી ખરીદેલું પનીર ઘરે જઈને ખોલતાં તે તદ્દન ખાટું અને વાસી નીકળ્યું હતું.

જ્યારે ગ્રાહકે મોલ પર જઈને વ્યાજબી રજૂઆત કરી, ત્યારે સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અત્યંત ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી "અમૂલ કંપની ઉપર જઈને ફરિયાદ કરો’ તેવું કહીને પોતાની નૈતિક જવાબદારીમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

સામાનનું પેમેન્ટ મોલ સંચાલકો લેતા હોવા છતાં ગ્રાહક પ્રત્યે જવાબદારી ન દાખવતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રાહકોના સ્વાસ્થય સાથે રમત રમતા આવા બેજવાબદાર સંચાલકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા વહેલી તકે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

મોલ સામે કાર્યવાહી કરવી જોઇએ લુણાવાડાના બંશલ મોલમાંથી મંગળવારે પનીરની ખરીદી કરી હતી. ઘરે જઈને જોતાં આ પનીર ખાટું અને વાસ મારતું નીકળ્યું હતું. જ્યારે હું વાસી પનીર બદલાવવા મોલ પર ગયો, ત્યારે સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે મારી સાથે ઉદ્ધત વર્તન કર્યું અને જે કહેવું હોય તે સીધા અમૂલ કંપનીમાં જઈને કહો તેમ કહ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે મેં પનીર મોલમાંથી ખરીદ્યું હોવાથી શું મારે હવે અમૂલ કંપનીમાં દોડવું પડશે? મોલ સંચાલકો સામે જે તે વિભાગે કાર્યવાહી કરવી જોઇએ. > નીરવ શાહ, ગ્રાહક

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links