Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

એક ભૂલ, અને આખી જિંદગી જેલમાં પોલીસનું જાગૃતિ અભિયાન:મહીસાગર એસપી સફીન હસનની પહેલ : પોક્સોની ગંભીરતાને ધ્યાને લઇ ગામેગામ પોસ્ટરો અને વીડિયો દ્વારા સંદેશ

લુણાવાડા1 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં પોક્સો (POCSO) અધિનિયમ હેઠળ નોંધાતા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા "એક ભૂલ, અને આખી જિંદગી જેલમાં!" સૂત્ર સાથે વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

.

જિલ્લાના ગામેગામ પોસ્ટરો લગાવી અને વિડિયો સંદેશ દ્વારા યુવાનો તેમજ વાલીઓને કાયદાની કડક જોગવાઈઓથી વાકેફ કરાઈ રહ્યા છે. જેમાં કાયદાકીય અજ્ઞાનતા, કિશોરાવસ્થાનું આકર્ષણ અને ક્ષણિક આવેશમાં લેવાયેલા ખોટા નિર્ણયો યુવા પેઢીનું ભવિષ્ય કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે, તેનો ચોંકાવનારો ચિતાર પોલીસના વિશેષ વિશ્લેષણમાં સામે આવ્યો છે.

મોટાભાગના કિસ્સાઓમાં સગીર વયની છોકરી સાથેના પ્રેમસંબંધ કે દબાણમાં યુવાનો ઘરેથી ભાગી જાય છે, પરિણામે પોક્સો અને અપહરણ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા જિંદગીના કિંમતી વર્ષો જેલમાં વિતાવવા પડે છે. જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2025ની સ્થિતિએ પોક્સોના ગુનામાં સંડોવાયેલા 29 આરોપીઓની પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરાયો હતો.

આંકડાકીય વિશ્લેષણ મુજબ, પકડાયેલા 29 આરોપીઓમાંથી 20 યુવાનો 25 વર્ષથી ઓછી ઉંમરના છે, જ્યારે 5 આરોપીઓ 25થી 30 અને 4આરોપીઓ 30 વર્ષથી વધુ ઉંમરના છે. શૈક્ષણિક અને સામાજિક સ્થિતિ જોઈએ તો, 18 આરોપીઓ ધોરણ 10 કે તેથી ઓછા ભણેલા, 4 અભણ કે નજીવું ભણેલા, 4 ધોરણ 12 સુધી અને માત્ર 3 સ્નાતક છે.

સામાજિક વર્ગમાં 16 આદિવાસી, 9 ઓબીસી, 2 અનુસૂચિત જાતિ અને 2 જનરલ વર્ગના યુવાનો કાયદાની ચુંગાલમાં ફસાયા છે, જેમાં 18 અપરિણીત અને 11 પરણિત હોવાનું સામે આવ્યું છે.

મહીસાગરના પોલીસ મથકે નોંધાયેલા ગુના મહીસાગરના તાલુકા અને પોલીસ સ્ટેશન મુજબ સૌથી વધુ કેસ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં 9 અને કોઠંબામાં 6 નોંધાયા છે, ત્યારબાદ લુણાવાડામાં 5 બાલાસિનોર અને ડીટવાસમાં 3-3 તથા બાકોર, કડાણા અને વીરપુર પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો દાખલ થયો છે. આરોપીઓના વતનની દૃષ્ટિએ લુણાવાડા તાલુકાના 8 સંતરામપુરના 7, આસપાસના જિલ્લા અને રાજ્યની સરહદ વિસ્તારના 7, કડાણાના 3 બાલાસિનોરના 2 તથા કોઠંબા અને વીરપુરના 1-1 આરોપીનો સમાવેશ થાય છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links