Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાયો:મહીસાગર જિ.ના 1.55 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં

લુણાવાડા15 દિવસ પેહલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના 42 પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પી. સી. બરંડાની અધ્યક્ષતામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના ભીલડી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું એલઈડી સ્ક્રીન

.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા હેઠળ દેશના 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹18,680 કરોડથી વધુની રકમ ડીબીટી મારફતે જમા કરાવાઈ છે. આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના 1,55,842 લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ₹31.22 કરોડ ટ્રાન્સફર થયા છે.

કાર્યક્રમમાં મંત્રી પી. સી. બરંડાએ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા સરકારની કટિબદ્ધતા દર્શાવી હતી અને રાસાયણિક ખાતરોના બદલે જમીનની ફળદ્રુપતા તથા આરોગ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. સાથોસાથ ડિજિટલ ક્રોપ સર્વે, એગ્રીસ્ટેક અને બાગાયતી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.

આ અવસરે પ્રાકૃતિક ખેતી અને બાગાયતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું તેમજ કૃષિ યાંત્રિકીકરણના સહાય હુકમો એનાયત કરાયા હતા. જિ. પં. પ્રમુખ કલ્પનાબેન પુવાર, કલેક્ટર અર્પિત સાગર, ડીડીઓ યુવરાજ સિધ્ધાર્થ, એસપી સફિન હસન સહિત ખેડૂતો હાજર રહ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links