- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Nadiad
- CM Bhupendra Patel Inaugurates New Projects At Vadtal Swaminarayan Temple
વડતાલમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું:કહ્યું-'અમારી તાકાત એ અહીંયા છે, એટલે તાકાત લેવા તો આવવું પડે ને; પ્રા.શાળા, અતિથિ ભુવનના વિસ્તરણ, સ્મૃતિ દ્વારનું ઉદ્ઘાટન
- કૉપી લિંક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 23 નવેમ્બર 2026ના રોજ ખેડા જિલ્લાના વડતાલધામની મુલાકાતે પહોંચ્યા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ધોલેરાધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ભવ્ય કાર્તિકી સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી વિશેષ રીતે ઉ
'હરિભક્તોને એમ થાય કે આ બધું રાજકારણ સત્સંગમાં ક્યાંથી આવ્યું?' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, અમારી તાકાત એ અહીંયા છે, એટલે તાકાત લેવા તો આવવું પડે ને. હરિભક્તોને એમ થાય કે આ બધું રાજકારણ વચમાં સત્સંગમાં ક્યાંથી આવ્યું? ભગવાન સ્વામિનારાયણે પણ જીવનમાં દરેક જણને સાથે લઈને કેવી રીતે આગળ વધાય એનો સંદેશો આપ્યો, અને આપણે એ પ્રમાણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાનનું પણ કાર્યમંત્ર એક જ છે કે 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'. આજે આચાર્ય કહેતા હતા કે, એમણે જ્યારે જ્યારે જેટલી સરકારી યોજનાઓ બનાવી તો એના કેન્દ્રસ્થાનમાં નાનો માણસ, છેવાડાનો માણસને રાખ્યો અને એટલે જ આઝાદી પછી સૌથી મોટું પરિવર્તન ભારતમાં આવ્યું હોય, તો એ 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા.

વડતાલ મંદિર દ્વારા આયોજિત કાર્તિકી સમૈયામાં સહભાગી થવાની સાથે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પવિત્ર અવસરે ઉપસ્થિત સંતો, મહંતો અને હરિભક્તોનું અભિવાદન કરતા શાળા તથા પ્રવેશદ્વારના લોકાર્પણની તક મળી.
આ ઉપરાંત નવી બનેલી સરકારી શાળાના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ મંદિર દ્વારા આપવામાં આવ્યો હોવાની બાબત પર આનંદ વ્યક્ત કરાયો હતો. આ કાર્યમાં 75 વર્ષ જૂની શાળા અને આશરે ચાર કરોડ રૂપિયા જેવી માતબર રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વડતાલની ભૂમિ પર કાર્તિકી સમૈયા દરમિયાન એક તરફ આસ્થા અને ભક્તિનો ઉત્સવ તથા બીજી તરફ શિક્ષણ અને વિકાસનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું કહેવાયું હતું. વડાપ્રધાનના 'વિકાસ ભી, વિરાસત ભી' ના સંદેશનો ઉલ્લેખ કરતા આજનો પ્રસંગ વિરાસત અને વિકાસ બંનેના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવાયું હતું.

શિક્ષણ અને યાત્રાળુઓની સુવિધામાં વધારો વડતાલધામ ખાતે ચાલી રહેલા આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણ અને યાત્રાળુઓની સુવિધા વધારતા મહત્વના પ્રકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યાં હતા. જે અંતર્ગત વડતાલધામ ખાતે નવનિર્મિત હરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમારશાળાનું ઉદ્ઘાટન અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બહારગામથી આવતા હરિભક્તો અને મુલાકાતીઓની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલા ગોપાળાનંદ સ્વામી અતિથિ ભુવનના વિસ્તરણ કાર્યનું પણ લોકાર્પણ કરાયું હતું.
હરિભક્તોની હાજરીમાં તમામ લોકાર્પણ વિધિ યોજાઈ આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે નરસંડા ચોકડી નજીક તૈયાર કરવામાં આવેલા અક્ષરનિવાસી શ્યામવલ્લભદાસજી સ્વામી સ્મૃતિ દ્વારનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડતાલ મંદિરના સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોની હાજરીમાં આ તમામ લોકાર્પણ વિધિ યોજાઈ રહી છે. આ પ્રકલ્પો શરૂ થવાથી સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળશે તેમજ યાત્રાધામમાં આવતા શ્રદ્ધાળુઓની રહેવાની વ્યવસ્થામાં પણ નોંધપાત્ર વધારો થશે.

ભૂપેન્દ્ર પટેલે આણંદના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી ઉલ્લેખનીય છે કે, વડતાલ ખાતેના આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી. તેમણે સવારે 8 કલાકે આણંદ-સોજીત્રા રોડ પર મોરડ ખાતે પૂજ્ય દાદા ભગવાનના 119મા જન્મજયંતી મહોત્સવમાં હાજરી આપી હતી અને ત્યારબાદ સવારે 10.30 કલાકે આણંદ જિલ્લાના વલાસણા ગામે આવેલા મેલડી માતા મંદિર ખાતે દર્શન કર્યા હતા. આણંદ જિલ્લાના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ નિર્ધારિત સમય મુજબ વડતાલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં હાલ કાર્તિકી સમૈયાનો મુખ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે.




ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















