- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Nadiad
- Police Registered A Complaint Against Eleven People Including The Village Sarpanch.
ગામના સરપંચ સહિત અગિયાર શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી:માછીયેલમાં ફળિયામાં ગરબા ગાવા બાબતે ટોળાનો પોલીસ પર પથ્થરમારો
- કૉપી લિંક
માતરના માછીયેલમાં ફળિયામાં ગરબા ગાવા મોકલતા ગામના સરપંચ સહિત અગિયાર શખ્સોએ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતુ.જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મીનો યુનિફોર્મ ભાડી નાખી મારામારી પોલીસ જીપ પર પથ્થરમારો કર્યો હતો.આ બનાવ અંગે માતર પોલીસ ગામના સરપંચ સ
માતરના માછીયેલમાં માંડવડી ગરબાના પ્રસંગનુ આયોજન કર્યું હતુ.દરમિયાન ગામના સરપંચ મનુભાઈ સોઢા પરમારના સાઇઠ ઘરના ડેરીવાળા ફળિયાના મહાકાળી માતાના માંડવળીના ગરબાનુ ગોળ કુંડાળું ગામની ભાગોળ સુધી રમતા હતા ત્યાં 80 ઘરના તળાવવાળા ફળીયામાં રાખેલ ખોડિયાર માતાના માંડવળીના ગરબાનુ ગોળ કુંડાળું ગામની ભાગોળ સુધી આવતા હતા બંને પક્ષોના મોટા સ્પીકર સામસામે ભાગોળે ગોઠવી મોટા અવાજે ગરબા વગાડતા હતા.
દરમિયાન બંને ફળિયાના ગરબા ગામની ભાગોળે ભેગા થઇ જતા બંને પક્ષો વચ્ચે અણબનાવ થતા રહી ગયો હતો.જેથી તૈનાત પોલીસ કર્મીઓએ બંને પક્ષોને છુટા પાડી પોત પોતાના ફળિયામાં ગરબા રમવા મોકલી આપતા એેંસી ઘરના માણસો તેમના ફળિયામાં જતા રહ્યા હતા
ત્યારે સરપંચના મનુ સોઢા પરમાર સહિત 11 શખ્સો પોલીસ કર્મી સાથે ઘર્ષણ કરી તમે અમોને કેમ ગામની ભાગોળે ગરબા ગાવા દેતા નથી કહી ટોળું ધસી આવી પોલીસની કાર પર પથ્થરમારો કર્યો હતો.ત્યારે ગોકળે પોલીસ કર્મી મહેશભાઇનો યુનિફોર્મ ખેંચી મારમાર્યો હતો.ત્યારે ગામના સરપંચ મનુભાઈ અને ગોકળભાઇએ ટોળાને ઉશ્કેર્યું હતુ. આ અંગે પોલીસ કર્મીની ફરિયાદ આધારે ગામના સરપંચ સહિત 11 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















