- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Nadiad
- Nadiad House Burglary; Senior Couple Robbed During Salangpur Visit | Crime
બંધ મકાનમાંથી 6.63 લાખની ચોરી:નડિયાદમાં વૃદ્ધ દંપતી સાળંગપુર દર્શને ગયું હતું, પડોશીએ વીડિયો કોલથી તૂટેલા તાળાની જાણ કરી
- કૉપી લિંક

નડિયાદ શહેરના કોલેજ રોડ વિસ્તારમાં આવેલા એલ.બી. એવન્યુમાં રહેતા એક નિવૃત્ત વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ગત 12 નવેમ્બરની સાંજથી 13 નવેમ્બરની સવારના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ મકાનના મુખ્ય દરવાજાના તાળા અને નકુચા તોડી અંદર પ્રવે
આ ઘટનાની વિગતો મુજબ, નડિયાદના કોલેજ રોડ પર કિશન સમોસાના ખાંચામાં આવેલા 48, એલ.બી. એવન્યુ ખાતે 79 વર્ષીય બિપીનચંદ્ર અંબાલાલ પટેલ તેમની પત્ની ભાવિનીબેન સાથે નિવૃત્ત જીવન ગાળે છે. તેમનો પુત્ર યજ્ઞેશ અને પુત્રી ફાલ્ગુની બંને લંડન ખાતે સ્થાયી થયેલા છે. ગત 12 નવેમ્બરના રોજ સાંજના આશરે 5 વાગ્યાના અરસામાં બિપીનચંદ્ર પટેલ અને તેમના પત્ની ઘરના જાળી ઝાપા અને દરવાજાને વ્યવસ્થિત તાળા મારીને કરમસદ ખાતે રહેતા તેમના સાળા જગદીશભાઈ બળવંતભાઈ પટેલના ઘરે ગયા હતા.
રાત્રિ રોકાણ કરમસદ કર્યા બાદ 13 નવેમ્બરના રોજ વહેલી સવારે આશરે 5.30 વાગ્યે બિપીનચંદ્ર પટેલ, તેમના પત્ની ભાવિનીબેન, સાળા જગદીશભાઈ અને તેમના પત્ની સમાપ્તિબેન એમ ચારેય જણા જગદીશભાઈની કાર લઈને સાળંગપુર દર્શન કરવા માટે નીકળ્યા હતા. તેઓ સાળંગપુર પહોંચવાની તૈયારીમાં હતા અને અંદાજે 7 કિલોમીટર જેટલું અંતર બાકી હતું, તે સમયે સવારે 7.50 વાગ્યે નડિયાદ ખાતે તેમના પડોશમાં રહેતા ગાંગેય ભરતભાઈ પટેલે મોબાઈલ પર વીડિયો કોલ કરીને તેમના ઘરનું લોક તૂટેલું હોવાની જાણ કરી હતી.
પડોશીએ વીડિયો કોલ મારફતે ઘરની સ્થિતિ બતાવતા મકાનના પ્રવેશદ્વારના લોખંડના દરવાજાનું લોક, મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તેમજ લાકડાના દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઘરની અંદર આવેલા બેડરૂમ તેમજ ઉપરના માળે જવાના દરવાજાના ઇન્ટરલોક પણ તોડી નાખવામાં આવ્યા હતા અને ઉપરની ત્રણેય રૂમનો સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. આ દ્રશ્યો જોઈને પરિવારજનો સાળંગપુર પહોંચ્યા વિના જ અધવચ્ચેથી પરત ફર્યા અને સવારે 11 વાગ્યે નડિયાદ પોતાના ઘરે પહોંચ્યા હતા.
ઘરે આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરોએ 10 તોલા જેટલા સોનાના દાગીના, જેમાં 25,000 રૂપિયાની કિંમતનું એક તોલાનું ડાયમંડવાળું મંગળસૂત્ર, 15,000ની અડધા તોલાની સોનાની બુટ્ટીની જોડ, 1,00,000 રૂપિયાની ચાર તોલાની બે સોનાની બંગડીઓ, 50,000 રૂપિયાની બે તોલાની ચાર વીંટીઓ અને 50,000 રૂપિયાનો બે તોલાનો પેન્ડલ સાથેનો સોનાનો દોરો મળી કુલ 2.4 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી.
સોનાના દાગીના ઉપરાંત તસ્કરો 100 અને 500 રૂપિયાના દરની ચલણી નોટોના બંડલ મળી કુલ 2,10,000 રૂપિયાની રોકડ રકમ પણ લઈ ગયા હતા. આ સાથે જ વિદેશી ચલણમાં 120 બ્રિટિશ પાઉન્ડ જેની કિંમત 14,400 રૂપિયા થાય છે અને 1500 અમેરિકન ડોલર જેની કિંમત 1,40,000 રૂપિયા ગણવામાં આવી છે, તેની પણ ચોરી થઈ હતી.
તદુપરાંત 25,000 રૂપિયાની કિંમતનો એક એપલ આઈફોન 13, 30,000 રૂપિયાની કિંમતના બે એપલ આઈપેડ અને 4,500 રૂપિયાની કિંમતની 15 કિલો વજનની માતાજી તથા ભગવાનની મૂર્તિવાળી પિત્તળની હીંચકાની ચાર હરોળ સાંકળો પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના અંગે બિપીનચંદ્ર પટેલે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















