Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

મહેમદાવાદમાં આઈસરે બાઈકને અડફેટે લેતાં બે સગી બહેનોના ઘટનાસ્થળે મોત:કેશરા ગામના મુવાડી પાટિયા પાસે અમદાવાદ–ડાકોર હાઈવે પર અકસ્માત, આઈસર ચાલક સામે ગુનો

નડિયાદ19 દિવસ પેહલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેશરા ગામના મુવાડી પાટિયા નજીક અમદાવાદ–ડાકોર હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે સગી બહેનોના ઘટનાસ્થળે જ મોત થયા છે. બંને બહેનો માતા-પિતાના હાલચાલ જાણવા માટે મોદજ ગ

.

મૃતકના ભાઈ વિજયસિંહ ચૌહાણે જણાવ્યું કે બંને બહેનો બહેનો સુધાવણસોલ ગામથી પોતાના માતા-પિતાના હાલચાલ જાણવા માટે મોદજ ગામે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

રોડની કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના અભાવનો આક્ષેપ અકસ્માાતના સ્થળે અમદાવાદ–ડાકોર હાઈવે પર રોડના ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી હતી. જોકે, આ કામગીરી દરમિયાન વાહનચાલકોની સુરક્ષા માટે યોગ્ય સાઈન બોર્ડ, ડિવાઈડર કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યાં ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરક્ષાનાં પૂરતાં સાધનો ન હોવાને કારણે વાહનોની અવરજવર દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ અકસ્માાતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી બંને મહિલાઓના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પંચનામા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આઈસર ચાલક સામે કાર્યવાહી પોલીસે અકસ્માત અંગે આઈસર વાહન અને તેના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને રોડની કામગીરી દરમિયાન સુરક્ષાનાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતમાં બે મહિલાઓનાં મોતથી સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links