- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Nadiad
- Mahudha Pregnant Woman Murder Case; Husband And Brother in law Arrested
ગર્ભવતી પત્નીને નેનો યુરિયા પીવડાવી મૃતદેહ લટકાવ્યો:હત્યા બાદ ગૂગલ સર્ચ કર્યું, 'પત્નીની આત્મહત્યામાં પતિ કેટલો જવાબદાર?'; મહુધા પોલીસે પતિ-જેઠની અટકાયત કરી
- કૉપી લિંક

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કપરૂપુર બારૈયાની મુવાડીમાં ગર્ભવતી મહિલા અરુણાબેનના શંકાસ્પદ મોતના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની તપાસ અને મેડિકલ પોસ્ટમોર્ટમ રિપ
ચારિત્ર્ય પર શંકા રાખીને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ મૃતક અરુણાબેનના ભાઈ વીરેન્દ્રસિંહે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેનને તેના પતિ મિતુલ સોઢા, સાસુ કૈલાશબેન, જેઠ વિપુલ સોઢા અને જેઠાણી અલ્પાબેન દ્વારા ચારિત્ર્ય પર શંકા રાખીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ-પત્ની વચ્ચે એકબીજાના ચારિત્ર્ય અને કથિત ગેરસંબંધોને લઈને વારંવાર ઝઘડા થતા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

ઝઘડા બાદ ગૂગલ પર સર્ચ કરીને હત્યાનું કાવતરું ઘડ્યાનો આક્ષેપ ડીવાયએસપી વિમલ બાજપાઈના જણાવ્યા અનુસાર, બનાવની રાત્રે અરુણાબેન અને તેના પતિ મિતુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મિતુલે પોતાના મોબાઈલમાં ગૂગલ પર મહિલાના આપઘાતના કિસ્સામાં પતિ કેટલો જવાબદાર બને છે તે અંગે સર્ચ કર્યું હતું. પોલીસ તપાસમાં એવો આક્ષેપ સામે આવ્યો છે કે ત્યારબાદ મિતુલે અરુણાબેનને બળજબરીથી સોફા પર પાડી દઈને ખેતરમાં વપરાતું નેનો યુરિયાનું લિક્વિડ મોઢામાં પીવડાવ્યું હતું.

પરિવારના સભ્યોએ મદદગારી કરી હોવાનો પોલીસનો દાવો પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં પરિવારના અન્ય સભ્યોની પણ મદદગારી હોવાની વિગતો સામે આવી છે. આરોપ છે કે જેઠાણી અલ્પાબેને અરુણાબેનના પગ પકડી રાખ્યા હતા, જ્યારે સાસુ કૈલાશબેને તેમના હાથ પકડી રાખ્યા હતા. મહિલાનું મોત થયાની ખાતરી થયા બાદ ઘટનાને આત્મહત્યા તરીકે દર્શાવવા માટે મૃતદેહને ઘરના પાછળના ખંડની બારી પાસે નાયલોનની દોરી વડે લટકાવવામાં આવ્યો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.
પુરાવા નષ્ટ કરી ઘટનાને છુપાવવાનો પ્રયાસ મહિલાના મોત બાદ મૃતદેહને નીચે ઉતારીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ પોલીસનો આક્ષેપ છે. વધુમાં, ઝેરી પદાર્થની પ્લાસ્ટિકની કોથળીને ઘરના ચુલામાં સળગાવી દેવામાં આવી હતી અને ઘટનાને સવાર સુધી છુપાવી રાખવામાં આવી હતી. સમગ્ર બનાવને આત્મહત્યા તરીકે ખપાવવા માટે પરિવારના સભ્યોએ એકબીજાને મદદ કરી હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

પતિ અને જેઠની અટકાયત, અન્ય આરોપીઓની શોધખોળ મહુધા પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને પતિ મિતુલ સોઢા અને જેઠ વિપુલ સોઢાની અટકાયત કરી છે. ઘટનાસ્થળેથી નાયલોનની દોરી, એક મોબાઈલ ફોન અને એક બ્લેડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો :
રાજકોટમાં 2 વર્ષની માસૂમ દીકરીને માતાએ 5મા માળેથી ફેંકી દીધી

રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં 12 ઓક્ટોબરે સવા બે વર્ષની બાળકીને પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ તેની જનેતા જ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે દીકરીના પિતા અને આરોપી મહિલાના પતિએ ફરિયાદમાં જણાવ્યું કે, હું પુત્રી માંગતો તો કહેતી 'મારી નાંખીશ પણ તને નહીં આપું'. એ સાથે જ મહિલા આરોપી પોલીસને કહી રહી છે કે, મારો મગજ ભમતો હતો, મને ખબર ન હતી હું શું કરી રહી છું. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
સુઈગામમાં પિતાએ અઢી વર્ષના માસૂમ પુત્રને સળગાવીને મારી નાખ્યો

વાવ-થરાદ જિલ્લાના સુઈગામમાં માનવતાને શર્મસાર કરતી અને હૃદય કંપાવી દે તેવી આ ભયાનક ઘટના ગત 14 સપ્ટેમ્બરે સામે આવી હતી. એક પિતાએ પોતાના જ અઢી વર્ષના માસૂમ પુત્રને પોતાના માટે બોજારૂપ સમજીને તેના પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો. હત્યા બાદ મોતનું સાચું કારણ છુપાવવા માટે બાળકની લાશને જમીનમાં દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















