Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

ફાયર‌ બ્રિગેડની રહેમ નજર હેઠળ ધમધમતી આઠ દુકાનોમાં આગ:ફાયર વિભાગની ચાર ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ

નડિયાદ2 દિવસ પેહલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના કોલેજ રોડ ઉપર કેનાલ ને અડીને આવેલ ફૂડ કોર્ટ અને તેની પાછળના ભાગે આવેલ કપડાની દુકાનમાં નવા વર્ષને દિવસે ભીષણ આગ લાગી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

.

નડિયાદમાં કેનાલને અડીને આવેલ ફૂડ કોર્ટ અને તેની પાછળ આવેલ કપડાની દુકાનમાં નવા વર્ષે સવારે ભિષણ આગ લાગી હતી.

ફાયરના નિયમોને નેવે મૂકીને બનાવવામાં આવેલ આ જગ્યાએ છેલ્લા લાંબા સમયથી જો આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરતા હતા. નડિયાદ ફાયર બ્રિગેડની નજર સામે જ આ જોખમી ફૂડ કોર્ટ અને દુકાન આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતા.

જેને પગલે નવા વર્ષે ફૂડ કોર્ટમાં આવેલી એક દુકાનમાં આકસ્મિક આગ લાગ્યા બાદ જોતજોતામાં આગે વિકરાલ સ્વરુપ લીધું હતું અને આસપાસ આવેલી અન્ય દુકાનો તેમજ કપડાની દુકાન ને પણ ચપેટમાં લઈ લેતા ગંભીર સ્થિતિ સર્જાઇ હતી.

ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ એ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ફાયર સેફટી ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં ભરવામાં નહોતા આવ્યા તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

તંત્ર દ્વારા અગાઉ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હતો. આગ લાગી તે સમયે જો ફૂડ કોર્ટમાં કે કપડાની દુકાનમાં કોઈ ઘરાકો બેઠા હોત તો તેઓ જીવતા ભુંજાઈ જાય તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી હતી. સમગ્ર મામલામાં ફાયર બ્રિગેડની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links