Mon, Nov 16, 2026Updated 02:24 PM IST
Google Preferred Source CTA

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માત:સુરતથી અંબાજી જતી લકઝરીને પાછળથી ટ્રકે ટક્કર મારતા આગળ ટેન્કરમાં ઘૂસી, 10 ઈજાગ્રસ્ત

નડિયાદ3 દિવસ પેહલા
  • કૉપી લિંક

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક વહેલી સવારે લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સુરતથી અંબાજી તરફ જઈ રહેલી લક્ઝરી બસ પાછળ હેવી મશીનરી ભરેલી ટ્રક અથડાતા બસ આગળ જતા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10

.

ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા બસ ટેન્કરમાં ઘૂસી ઘટનાની વિગતો મુજબ સુરતથી યાત્રાળુઓને લઈને એક ખાનગી લક્ઝરી બસ અંબાજી જવા માટે નીકળી હતી. આ બસ વડોદરાથી અમદાવાદ તરફના રૂટ પર એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે આણંદ નજીક પાછળથી આવી રહેલી હેવી મશીનરી ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક લક્ઝરી બસના પાછળના ભાગે અથડાતા બસ આગળ ચાલી રહેલા ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી.

હેવી મશીનરી ભરેલી ટ્રક લક્ઝરી બસ પાછળ અથડાઈ
હેવી મશીનરી ભરેલી ટ્રક લક્ઝરી બસ પાછળ અથડાઈ

અકસ્માતમાં જાનહાનિ ટળી, બચાવ કામગીરી હાથ ધરાઈ વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને બસના આગળ તથા પાછળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં બસના 10 મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણ થતા જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ, આણંદ ફાયર બ્રિગેડનો કાફલો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

બસ આગળ ચાલી રહેલા ટેન્કરની પાછળ ઘૂસી
બસ આગળ ચાલી રહેલા ટેન્કરની પાછળ ઘૂસી

હાઈવે પર ટ્રાફિક હટાવી પોલીસે તપાસ આદરી આ ટ્રિપલ અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ત્રણેય વાહનોને રોડ પરથી ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ સ્થાનિક પોલીસે આ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links