- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Mehmadabad Verai Mata Temple Navratri Havan & Kheer Prasad Distribution
મહેમદાવાદ વેરાઈ માતા મંદિરમાં નવરાત્રી હવન અને મહાઆરતી કરાઈ:વર્ષોની પરંપરા મુજબ ખીર પ્રસાદનું વિતરણ કરાયું, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
- કૉપી લિંક

મહેમદાવાદના વેરાઈ માતા મંદિરમાં નવરાત્રી દરમિયાન ભવ્ય હવન, મહાઆરતી અને ખીર પ્રસાદનું વિતરણ કરાયું. વર્ષો જૂની પરંપરા મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો.
બ્રાહ્મણો દ્વારા વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિથી યજમાનોને પૂજા અર્ચના અને આહુતિ અપાવી શ્રીફળ હોમાવવામાં આવ્યું હતું. આ વખતે યજમાન કિર્તનસિંહ રાજપૂત હતા.

નિજ મંદિરમાં બિરાજમાન માતાજી, અખંડ દીવો અને ખીર પ્રસાદનું વિશેષ મહત્વ છે. નિઃસંતાન માતાઓ સંતાન પ્રાપ્તિ માટે માતાજીને ચૂંદડી બાંધી શ્રીફળ મેળવે છે. આ પ્રસંગે મહેમદાવાદ નગર, આસપાસના વિસ્તારો અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. બહુચર માતાના ગરબા ગાનારા નામાંકિત કલાકારો પણ હાજર રહ્યા હતા.
અંતે, ઉપસ્થિત ભક્તજનોએ માઁ વેરાઈ માતાની મહાઆરતીમાં જોડાઈ ખીરનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















