- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Mehmadabad Rohisa School Controversy; Arjunsinh Chauhan Visit | Parents Protest
મુખ્ય શિક્ષિકા ફરી ફરજ પર આવતાં ગ્રામજનોએ શાળાને તાળું માર્યું:મહેમદાબાદના રોહીસામાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મુલાકાત લીધી, શિક્ષણ અધિકારીને રજૂઆતની ખાતરી આપી
- કૉપી લિંક

મહેમદાબાદ તાલુકાના રોહીસા ગામની પ્રાથમિક શાળામાં શિલ્પાબેન દેસાઈ ફરી મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ પર આવતાં ગ્રામજનો અને વાલીઓએ વિરોધ કર્યો. તેમણે શાળાના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, શિલ્પાબેન દેસાઈ અગાઉ પણ આ શાળામાં મુખ્ય શિક્ષિકા હતાં. તેમના વર્તન અને કામ કરવાની રીત સામે વાંધા ઉઠાવી ગ્રામજનોએ શિક્ષણ અધિકારી સહિત સંબંધિત તંત્રને રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમને ફરજ પરથી મોકૂફ કરાયાં હતાં. આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું.

શાળામાં ધોરણ 1થી 8 સુધી અભ્યાસ થાય છે અને આશરે 355 વિદ્યાર્થીઓ છે. શિલ્પાબેન દેસાઈની જગ્યાએ છેલ્લા બે-ત્રણ મહિનાથી અજયભાઈ પટેલ મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળતા હતા. શાળામાં આશરે 12 શિક્ષકો ફરજ બજાવે છે.
શિલ્પાબેન દેસાઈ ફરી મુખ્ય શિક્ષિકા તરીકે હાજર થયાં હોવાની જાણ થતાં ગ્રામજનો અને વાલીઓએ વિરોધ કર્યો. ગ્રામજનોએ કહ્યું કે તેમના કામ કરવાની રીતને કારણે અગાઉ છ શિક્ષકોએ બદલી કરાવી હતી.

ગ્રામજનોએ શિક્ષણ વિભાગ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને જાણ કરી. ધારાસભ્યએ સ્થળની મુલાકાત લીધી અને ગાંધીનગરના શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી.
ગ્રામજનોએ શિલ્પાબેન દેસાઈનો વિરોધ કરતાં આ મામલે યોગ્ય તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















