Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

ગીતાબેન ભટ્ટાચાર્યએ ઝૂંપડપટ્ટીના પરિવારો સાથે દિવાળી ઉજવી:મહેમદાબાદમાં પરિવાર અને કોલેજના વિદ્યાર્થીઓએ કપડાં, નાસ્તો, ભોજન અને ફટાકડા વહેંચ્યાં

ક્રિશ મેહતા | મહેમદાબાદ, ખેડા7 દિવસ પેહલા
  • કૉપી લિંક

સોશિયલ વર્કર ગીતાબેન ભટ્ટાચાર્યએ પરિવાર અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે મહેમદાબાદમાં ઝૂંપડપટ્ટીના પરિવારો અને બાળકો સાથે દિવાળી ઉજવી. ફાટા તળાવ ગાર્ડન પાસેના વિસ્તારમાં કપડાં, નાસ્તો, ભોજન અને ફટાકડાનું મફત વિતરણ કર્યું.

.

ગીતાબેનના વિચાર મુજબ, સુખસંપન્ન પરિવારો મીઠાઈ, નવાં કપડાં અને ભોજન સાથે દિવાળી ઉજવે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક પરિવારોનાં ઘરમાં વીજળી પણ નથી. આ પરિવારોનાં બાળકો પણ દિવાળી ઉજવી શકે એ હેતુથી કાર્યક્રમ યોજાયો.

ગીતાબેન, તેમના પરિવારના સભ્યો અને કોલેજના વિદ્યાર્થીઓ સ્થાનિકો તથા બાળકોને મળ્યા અને તેમને વસ્તુઓ આપી. રાત્રે વિવિધ પ્રકારના ફટાકડા ફોડીને આતશબાજી પણ કરવામાં આવી.

આ વિસ્તારમાં પહેલીવાર આ રીતે દિવાળી ઉજવાઈ હોવાનું જણાવાયું. સ્થાનિકોએ ગીતાબેન અને કાર્યક્રમમાં હાજર લોકોને આશીર્વાદ આપ્યા. ઉજવણી દરમિયાન વિસ્તારમાં આનંદનો માહોલ રહ્યો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links