Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

ખેડામાં આઈસરની ટક્કરે બાઈક સવાર 2 મહિલાનાં મોત:હાઈવે પર સમારકામ વખતે સુરક્ષાના સાધનો અને સાઈનબોર્ડનો અભાવ હોવાનો આક્ષેપ, મહેમદાબાદ પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધ્યો

ક્રિશ વિરાંગભાઈ મેહતા | મહેમદાબાદ, ખેડા19 દિવસ પેહલા
  • કૉપી લિંક

ડાકોર-અમદાવાદ હાઈવે પર કેસરા ગામના મુવાડી પાટિયા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા આઈસર ટ્રકે મોટરસાઈકલને જોરદાર ટક્કર મારતાં બાઈક પર પાછળ બેઠેલી બે મહિલાઓ રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બંને મહિલાઓનાં ઘટન

.

સ્થળ પર જ 2 મહિલાનાં મોત, બાઈકચાલક હોસ્પિટલમાં

સુઢાવણસોલ ગામના રહીશ મંજુલાબેન ડાભી (ઉં.વ. 46) અને સવિતાબેન ડાભી (ઉં.વ. 43) બાઈક પર મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે GJ-16-AV-2592 નંબરના આઈસરે તેમની બાઈકને અડફેટે લીધી હતી. ઘટનાની જાણ થતાં જ મહેમદાબાદ પોલીસે સ્થળ પર પહોંચી બાઈકચાલકને સારવાર માટે ખસેડ્યો હતો અને બંને મૃતદેહોને પીએમ અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા.

હાઈવે સમારકામ સમયે સુરક્ષા સાધનોનો અભાવ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અકસ્માત સ્થળે હાઈવે પર ખાડા પૂરવાની કામગીરી ચાલુ હતી પરંતુ વાહનચાલકોની સુરક્ષા માટે કોઈ સાઈનબોર્ડ, બેરીકેડ કે ડિવાઈડર મૂકવામાં આવ્યા નહોતા. સુરક્ષાત્મક ઉપાયોના અભાવ અને ભારે વાહનોની સતત અવરજવરના કારણે આ હોનારત સર્જાઈ હોવાનો સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

મહેમદાબાદ પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધ્યો

અકસ્મા‌તની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ બાઈકચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બંને મહિલાઓનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેમદાબાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા.મહેમદાબાદ પોલીસે આઈસર અને તેના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links