- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Mahemdavad Fata Talav Garden Swadeshi Mela & Lok Dayro Event
મહેમદાબાદમાં લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો:ફાટા તળાવ ગાર્ડનમાં સ્વદેશી મેળા સાથે 30 સ્ટોલ; વેપારીઓને મેડલ આપી સન્માનિત કર્યા
- કૉપી લિંક

મહેમદાબાદના ફાટા તળાવ ગાર્ડનમાં ચાલી રહેલા સ્વદેશી મેળા અને સેલિંગ ફેસ્ટિવલમાં ગતરોજ રાત્રે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. મેળામાં નાના વેપારીઓના લગભગ 30 સ્ટોલ પર સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે.

‘ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને આગળ વધારવા મેળાનું આયોજન કરાયું છે. મેળાને વેગ આપવા લોક ડાયરો યોજાયો હતો., કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. મહેમદાબાદના મામલતદાર વી. ડી. દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ અજય ડાભી, નગરપાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ, જય ભટ્ટ, વિષણુસિંહ ડાભી, અમિત ડાભી અને ભાવેશ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડાયરામાં કલાકારોએ છંદ, દુહા, ભજન અને દાખલા રજૂ કર્યા હતા. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને અન્ય મહેમાનોએ મેળામાં સ્ટોલ લગાવી ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને મેડલ આપી સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમમાં મહેમાનો, વેપારીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















