- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Mahemdavad DA Degree College Navratri Celebration; Dhariniben Shukla & Arjunsinh Chauhan
મહેમદાવાદની ડી.એ. ડિગ્રી કૉલેજમાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો:ડૉ. ધારિણીબેન શુક્લાએ આયોજન કર્યું, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા
- કૉપી લિંક

મહેમદાવાદની ડી.એ. ડિગ્રી કૉલેજ કેમ્પસમાં ડૉ. ધારિણીબેન શુક્લા દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવની શરૂઆતમાં ડૉ. ધારિણીબેન શુક્લા, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને પ્રિન્સિપાલ દીપા મેડમે કૉલેજ પરિવાર સાથે માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ ગરબા શરૂ થયા.

રાગ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પાર્ટીના હિમાંશુભાઈ અને તેમની ટીમે લોકપ્રિય રાસ-ગરબા રજૂ કર્યા. આ મહોત્સવમાં ડૉ. ધારિણીબેન શુક્લા, દીપા મેડમ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને કૉલેજના વિવિધ વિભાગોના પરિવારે ઉત્સાહભેર ગરબા રમ્યા હતા.
આ સુંદર આયોજન બદલ ઉપસ્થિત સૌ કોઈએ ડૉ. ધારિણીબેન શુક્લા, દીપા મેડમ, ડી. એમ. પટેલ અને સમગ્ર કૉલેજ પરિવારનો આભાર માન્યો હતો.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















