- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Mehmedabad
- Kheda BJP Yuva Morcha Meeting At Nadiad Kamalam | Latest Updates
ખેડા જિલ્લા યુવા મોરચાની નિમણૂકો બાદ પ્રથમ બેઠક:નડિયાદ કમલમ ખાતે યોજાઈ, મહેમદાવાદ યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા
- કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા યુવા મોરચાની મંડળ સ્તરની નિમણૂકો બાદ પ્રથમ બેઠક નડિયાદ કમલમ ખાતે યોજાઈ. આ એક મોટી બેઠક હતી.
આ બેઠકમાં વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરત ફરેલા યાત્રિકોનું સન્માન કરાયું. આગામી કાર્યક્રમો અંગે પણ ખાસ ચર્ચા થઈ.

આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેકભાઈ પંડ્યા, પ્રભારી કુલદીપભાઈ બારોટ અને જિલ્લા સંગઠન મહામંત્રી દિપક મિસ્ત્રી હાજર રહ્યા.
તેમજ 21 મંડળના યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, જિલ્લાના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમદાવાદ યુવા મોરચા શહેર પ્રમુખ વરુણ પટેલ, મહામંત્રી દત્ત પુરોહિત અને મૌલિક ડાભી, મંત્રી નરેન્દ્રભાઈ ગોહેલ, ઉપપ્રમુખ સાગર જાડેજા સહિતના કાર્યકર્તાઓ પણ હાજર હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















